ગોધરા પાલિકાના વોર્ડ નં.10 થયેલ રોડ રસ્તાના કામો હલ્કી ગુણવત્તાના રસ્તા તુટી જતાં કામ કરનાર એજન્સી વિરૂદ્ધ કાર્યવાહીની માંંગ સાથે સી.ઓ.ને લેખિત રજુઆત.

GODHRA-NAGAR-PALIKA-1

ગોધરા,ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.10માં નવિન બનેલ રસ્તાઓ અને પેવર બ્લોકની કામગીરી શ્રીજય કોર્પોરેશન મહેસાણા નામની એજન્સી દ્વારા કરાઈ હતી. રસ્તાની કામગીરી સમયે પાલિકાનું ટેલીફોનિક અને સોશ્યલ મીડીયા દ્વારા નીતિ નિયમ વિરૂદ્ધ હલ્કી ગુણવત્તાના મટીરીયલ્સથી કરવામાં આવી રહ્યું છે. તેવુંં સ્થાનિક દ્વારા જણાવાયું હોય તેવા રસ્તાઓ તુટી ગયેલ હોય ત્યારે વોર્ડ નં.10માં થયેલ કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવી એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.

ગોધરા પાલિકાના વોર્ડ નં.10માં બનેલ નવા રસ્તાઓ તેમજ પેવર બ્લોકની કામગીરી અંગે 20 નવેમ્બરના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરી નંબર-82માં 72 કામોની મંજુરી આપવામાં આવી હતી. આ તમામ કામોના એસ્ટીમેન્ટ તાંત્રિક મંજુરી તેમજ વહીવટી પ્રક્રિયા આર.એમ.સી. રોડ બનાવવાની થયેલ હતી અને ટેન્ડરીંગ તે મુજબ થયેલના કામો ઓનલાઈન પ્રક્રિયામાં શ્રીજય કોર્પોરેશન મહેસાણા નામની એજન્સીને 9.39 ટકાના નીચા ભાવે ટેન્ડર લાગ્યું હતું. આ એજન્સીને 4 જાન્યુઆરી 2022 નારોજ વર્ક ઓર્ડર નગર પાલિકા પ્લાનીંગ વિભાગ એ આપ્યો હતો પરંતુ એજન્સીએ નીતિ નિયમો નેવે મૂકી આર.એમ.સી. મીટીરીયલ વાપરવાની જગ્યાએ સાદા મિક્ષર મશીન તેમજ સાદી ફલોરથી કામગીરી ચાલુ કરી હતી. આ બાબતે પાલિકા ચીફ ઓફિસર પ્લાનીંગ વિભાગના ડેે.ઈજનેર તેમજ પાલિકા એ રોકેલ ક્ધસલટન્ટને ટેલીફોનથી તેમજ સોશ્યલ મીડીયા દ્વારા સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું. છતાં હલ્કી અને નીતિ નિયમો વિરૂદ્ધ કામ કરતી એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહિ આવતાં એજન્સી દ્વારા નીતિ નિયમો વિરૂ હલ્કી ગુણવતાના મટીરીયલ થી રસ્તા બનાવવામાં આવ્યા હતા. જે રસ્તાઓ હાલ તુટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. વોર્ડ નં.10 વિસ્તારમાં બનેલ રસ્તાઓનુંં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવવામાં આવે કામ કરનાર એજન્સી સામે કાર્યવાહી થાય. સરકાર દ્વારા વિકાસલક્ષી કામો પાછળ ગ્રાન્ટો ફાળવતી હોય ત્યારે આવા સરકારી નાણાંનો સદ્દઉપયોગ થાય તેની તપાસ રાખવાની પાલિકા કચેરીની જવાબદારી થતી હોય છે. થોડા સમય પહેલા બનેલ રસ્તાઓ તુટી ગયેલ હોય ત્યારે એજન્સીની સામે કાર્યવાહીના ભાગરૂપે બીલનું ચુકવણું તેમજ ડીપોઝીટ જપ્ત કરી એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે. પાલિકા ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી ન થાય તો વિજીલન્સ કમિશ્ર્નરને લેખિત રજુઆત કરવામાંં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.