ઈ- ડિવિઝન પોલીસે છાપરી ગામેથી રૂા.5,760 નો વિદેશી દારૂ ઝડપી ઈસમ સામે ગુનો નોંધ્યો

દાહોદ,તારીખ 24 મી એપ્રિલ દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન છાપરી નજીક જતા તેમને બાતમી મળી હતી કે છાપરી નિશાળ ફળિયા પાસે રહેતો ચંદન માધુભાઈ સાંસી તેના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી અને તેનું છૂટકમાં વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે છાપરી નિશાળ ફળિયા પાસે રહેતો ચંદન માધુ સાંસીના ઘરે પોલીસે રેડ કરતા પોલીસને દેખી વિદેશી દારૂનું વેચાણ કરનાર ઈસમ ચંદન માધુ સાંસી પોલીસને દેખી ભાગી ગયો હતો અને પોલીસે તેના ઘરમાં સંતાડી રાખેલા થેલામાં ભરેલી 44 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. જેની કિંમત 5,760 રૂપીયાનો વિદેશી દારૂનો જથ્થો બ ડિવિઝન પોલીસે કબજે કરી અને ચંદન માધુ સાસી સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.