દાહોદની અગ્રવાલ સોસાયટીના એક મકાનમાં છાપો મારી પોલીસે IPL ક્રિકેટ મેચનો મોબાઈલ પર જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો

દાહોદ,દાહોદની અગ્રવાલ સોસાયટીમાંથી આઈપીએલની સેશન રનફેર તેમજ હારજીત પર સોદાઓ પાડી જુગાર રમી રહેલા 25 વર્ષીય યુવાનને મોબાઈલ તથા રોકડ મળી રૂા,. 10800નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદની અગ્રવાલ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય રોનકભાઈ દીપકભાઈ ખંડેલવાલ પોતાના મોબાઈલ ફોન પર પોતાના ઘરમાં બેઠો બેઠો પોતાના મોબાઈલમાં આવેલ ગૂગલ ક્રોમમાં ડ્રિમસબુક36.કોમ નામની વેબસાઈટ પર ડ્રિમએકસચેન્જ નામની એપ્લિકેશનમાં યુઝર નેમ પાસવર્ડ નાખીને આઇપીએલ 2023ની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચ પર સેશન, રનફેર તેમજ હારજીત પર સોદાઓ પાડી જુગાર રમતો હોવાની દાહોદ એ ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. તે બાતમીને આધારે દાહોદ એ ડિવીઝન પોલીસે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે દાહોદની અગ્રવાલ સૌસાયટીમાં રહેતા રોનકભાઈ દીપકભાઈ અગ્રવાલના ઘર પર ઓંચિતો છાપો મારી રોનકભાઈ દીપકભાઈ અગ્રવાલને આઈપીએલની મેચ પર જુગાર રમતો ઝડપી પાડયો હતો અને આ સંબંધે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે જુગાર ધારાનો ગુનો નાંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.