અરિજિતે ખૂબ જ ધીરજથી ગાયું છે અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં આ ધીરજની જરૂર છે. : મીથુન ચક્રવર્તી

મુંબઇ,જ્યારે પણ અરિજિત વિશે વાત કરવામાં આવે છે, ત્યારે તેના સલમાન ખાન સાથેના વિવાદનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. વાસ્તવમાં સલમાન અને અરિજીતનો વિવાદ સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સ દરમિયાન થયો હતો, જ્યારે સલમાન ખાન શોને હોસ્ટ કરી રહ્યો હતો અને રિતેશ દેશમુખ પણ સ્ટેજ પર હાજર હતો. આવી સ્થિતિમાં જ્યારે અરિજિત તેના ગીત તુમ હી હો (આશિકી ૨) માટે એવોર્ડ લેવા સ્ટેજ પર આવે છે, ત્યારે સલમાન ખાન કહે છે- ‘સો ગયે થે’.

આના જવાબમાં અરિજીત કહે છે- ‘આપ લોગ ને સુલા દિયા યાર તબસે’. આના પર સલમાન કહે છે- ઈસમેં હમારા કોઈ દોષ નહીં હૈ, અબ એસે ગાને બજતે રહેંગે (મેરી આશિકી તુમ હી હો..) તો નીંદ હી આયેગી યાર.’ આ પછી, અરિજિત સલમાન ખાનની સામે કંઈ બોલ્યા વગર પોતાની વાતને સમર્થન આપીને ત્યાંથી નીકળી જાય છે.

અરિજિતના ગયા પછી મિથુનને ‘તુમ હી હો’ માટે બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મળ્યો. આ પછી જ્યારે મિથુન સ્ટેજ પર આવ્યો, ત્યારે એવોર્ડ લેતી વખતે સલમાનને જોઈને તેણે કહ્યું, ‘તુમ હી હો જિસને લોગો કો સુલાયા નહીં હૈ, જગાયા હૈ. આના પર સલમાન મિથુનને કહે છે, ‘અરે, પર આપકે સિંગર સોતે સોતે આયે હૈ સર.’ જેના પર મિથુન આગળ કહે છે, ‘મને લાગે છે કે, અરિજિતે ખૂબ જ ધીરજથી ગાયું છે અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં આ ધીરજની જરૂર છે. ત્યારે સલમાને મિથુનને કહ્યું- ‘માફ કરજો સર. માફ કરશો સર, માફ કરશો હું તમારા પગને સ્પર્શ કરું છું.

આ પછી સલમાન ખાન જુએ છે કે મિથુનની પીઠ પર એક પેપર ચોંટાડેલું છે, તો સલમાન કહે છે, ‘યે તુમ્હારે સિંગર ને ચિપકાયા હૈ તુમ પર’. તેના પર મિથુને ફરી એકવાર સલમાનને જવાબ આપ્યો, ‘તમે લોકો ૬ કલાક બેસાડીને રાખો છો ત્યારે આવું થાય છે.’ મિથુનની વાત સાંભળીને સલમાન ખાન કહે છે- ‘વાહ યાર! આજ સબ દે હી રહે હૈ.

આ કહ્યા બાદ સલમાન ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે  ‘ચાલો નિકલો.’ જ્યારે સલમાન ખાન આ રીતે બૂમો પાડે છે ત્યારે બધા આશ્ર્ચર્યચક્તિ થઈ જાય છે. થોડા સમયના મૌન પછી મિથુન કહે છે  ‘મેં નહીં ડરા સર.’ આ પછી સલમાન ખાન હસ્યો અને મિથુનને ગળે લગાડ્યો. નોંધપાત્ર વાત એ છે કે આ સમગ્ર વિવાદ બાદ અરિજિતે સલમાન ખાનની માફી પણ માંગી લીધી હતી, પરંતુ કહેવાય છે કે સલમાન ખાન હજુ પણ અરિજીતથી નારાજ છે.