મહીસાગર,મહીસાગર જિલ્લામાં જમીન મહેસૂલ તથા નાણાંકીય દાવાઓમાં સક્ષમ અધિકારીના નિર્ણયથી નારાજ થનાર પક્ષકારો દ્વારા દાખલ થતા દાવાઓમાં સબળ રજુઆત તથા સરકારનું હિત જળવાઇ રહે તે માટે રજુઆત કરવા રૂ.60,000/-ના ફિક્સ પગારથી 11 માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારની 1(એક) જગ્યા પર ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂંક કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજદારની ઉંમર 50(પચાસ) વર્ષથી વધુ હોવી જોઇએ નહી. આ અંગેના અરજીપત્રકનો નમુનો તથા મહેસૂલ વિભાગના તા.06/03/2012ના ઠરાવથી નક્કી કરેલ કરાર આધારિત કાયદા અધિકારીઓની નિમણૂંક અંગેના નિમણૂંકની બોલીઓ અને શરતો, ફરજો અને જવાબદારીઓ, અનુભવ, લાયકાત પરિશિષ્ટ-1,2,3 તથા અન્ય આનુષાંગિક માહિતી https://mahisagar.gujarat.gov,in પરથી મેળવી શકાશે.
અરજીફોર્મ, આનુષાંગિક પુરાવા અત્રેની કલેક્ટર કચેરીની રજીસ્ટ્રી શાખા ખાતે રૂબરૂ અથવા ટપાલ (આર.પી.એડી/સ્પીડ પોસ્ટ) દ્વારા તા.15/05/2023 સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવામાં રહેશે.
અનુભવ તથા લાચકાત માટે પરિશિષ્ટ-3ની જોગવાઇ લક્ષમાં લેવાની રહેશે. કરાર આધારિત નિમણૂંક પામેલ કાયદા સલાહકારએ પરિશિષ્ટ-1 તથા 2 ની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તથા મહીસાગર જિલ્લાને લગતી કામગીરી કરવાની રહેશે. અખબારીયાદીમાં આપેલ મુદ્દત સુધીમાં રજૂ થયેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી અધૂરી વિગતોવાળી અરજીઓ તેમજ જરૂરી લાયકાત વગરની અરજીઓ દફતરે કરવામાં આવશે. આ અંગે કોઇ વાંધો-તકરાર ઉપસ્થિત થાય તો તેનો આખરી નિર્ણય અંત્રેનો રહેશે.
માન્ય રહેલ અરજીઓના અરજદારઓને ઇન્ટરવ્યુની તારીખ નિયત કરી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જાણ કરવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે, વિશેષમાં અરજી પત્રક તથા કવરના મથાળે-કરાર આધારિ કાયદા સલાહકારની જગ્યાની ઉમેદવારી માટેનું અરજીફોર્મ તેમ મોટા અક્ષરે લખવાનું રહેશે. તેમ મહીસાગર નિવાસી અધિક કલેક્ટર સી.વી લટાની અખબારીયાદીમાં જણાવાયું છે.