દાહોદ,દાહોદ તાલુકાના જાલત ગામના રાજપુર ગામતળ ફળીયામાં રહેતા નરેન્દ્રસિંહ કિરણસિંહ સોલંકી કે જેઓ પાસે હોન્ડા કંપનીની કાળા કલરની મોટરસાયકલ તાહયક્ષમજ્ઞિ ગાડી જેનો નંબર GJ-20-AN-4633 નંબરની મોટરસાયકલ છે અને તેઓએ તેમની મોટરસાયકલ 21-4-2023 ના રોજ રાત્રિના 11:00 વાગ્યાના સમયે તેમના ઘરના આંગણામાં પાર્ક કરી લોક કરી અને મૂકી હતી અને વહેલી સવારે ઊઠીને દેખતા તેમની ઘરના આંગણામાં પાર્ક કરીને લોક કરીને મૂકી રાખેલી મોટરસાયકલ દેખવા ન મળતા તેઓએ તેમના પરિવારના સભ્યોને તેમજ આજુબાજુના લોકોને જાણ કરતાં અને ભારે શોધખોળ કરવા છતાંય તેમની મોટરસાયકલ ન મળી આવતા અને તેઓએ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનમાં ઈ એફઆઇઆર કરતાં અને કતવારા પોલીસે મોટરસાયકલના ડોક્યુમેન્ટની વેરીફાઈ કરી નરેન્દ્રસિંહ કિરણસિંહ સોલંકીની હોન્ડા કંપનીની મોટરસાયકલ ચોરી થઈ હોવાની અને જેની કિંમત 15,000/- રૂપિયાની મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે 23મી એપ્રિલના રોજ અજાણ્યા ચોર ઈસમો સામે મોટરસાયકલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.