સંતરામપુર,સંતરામપુર તાલુકાના ઉમેર ગામે આરોગ્ય વિભાગનું સબ સેન્ટરમાં ખંભાતી તાળું. સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા વિસ્તારમાં રહેતા લોકો એક ગરીબ પરિવારો લાભ મળી રહે આવી કાળજાળ મોંઘવારીમાં ગરીબ પરિવારો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાઈ ના શકે અને જઈ ના શકે તે માટે ગામડે ગામડે આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ સુવિધા સાથે સરકાર દ્વારા ખોલવામાં આવેલા હતા અને છેલ્લા બે વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં ગામ ઘર આંગણે મોટી સંખ્યામાં સબ સેન્ટર પર ખોલવામાં આવેલા હતા. સરકાર દ્વારા આટલી મોટી રકમ ખર્ચ અને આટલા પ્રયાસો કર્યા પછી પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ગુલ્લીબાજ જોવા મળી આવેલી છે. ગમે ત્યારે પણ દર્દીઓ સારવાર માટે જતા હો ત્યારે બપોરના સમયે જ સબ સેન્ટર બંધ કરીને કર્મચારીઓ ગાયબ થઈ જતા હોય છે અને વારંવાર એક જ જવાબ મળતો હોય છે કે મિટિંગમાં ગયેલા છીએ. જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી દ્વારા જો સબ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આકસ્મિત તપાસ કરવામાં આવે તો સંતરામપુર તાલુકાની આરોગ્ય વિભાગની સાચી હકીકત બહાર આવી શકે છે. સરકારના નીતિ નિયમ મુજબ સબ સેન્ટર પર ફરજિયાત એક એફએસડબલ્યુ અથવા આખો દિવસ એક કર્મચારીને દવા ગોળી આપવા માટે હાજર અને ફરજિયાત રહેવાનું નિયમ હોય છે. તેમ છતાં તેમની મનમાંની આ કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર કરવા માટે ક્લિનિકો પર જવા મજબૂર બનતા હોય છે. અત્યારે બિલાડીની ટોપની જેમ બીએચના ડિગ્રી ધરાવતા ડોક્ટરો ગામડે ગામડે ક્લિનિક ખોલીને બેસી ગયા છીએ આરોગ્ય વિભાગની કર્મચારીના અને ડોક્ટરોની ગુલ્લીબાગના કારણે દર્દીઓનો ભરોસો ઉઠી ગયો છે. જેથી કરીને દર્દીઓ મોટા પ્રમાણમાં ખાનગી દવાખાના નામા સારવાર કરાવતા હોય છે, કર્મચારી અને તબીબો સરકારનું પગાર લે છે પરંતુ જવાબદારી પૂર્વક કામગીરી નિભાવતા નથી. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની માંગણી છે કે નિયમ મુજબ સીએસસી પર અને સબ સેન્ટર પર નજીકના આઠ કિલોમીટરની અંતર હેડ કોટર્સમાં કે મકાન ભાડે રાખીને રહે જેથી કરીને ગામડાના દર્દીઓને સારવાર અને સેવા પૂરીમાં રહે તેવી માંગણી ઊભી થઈ ગઈ.