રવાળીખેડા ગામેથી કતવારા પોલીસે રિક્ષામાં લઈ જવાતો રૂા.66,396 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી ગુનો નોંધ્યો

દાહોદ,કતવારા પોલીસ તારીખ 23મી એપ્રિલના રોજ ટાંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે રવાળીખેડા ગામ તરફથી એક બજાજ કંપનીની કાળા કલરની રીક્ષામાં કંતાનના થેલામાં એક ઈસમ કંઈક ભરીને લઈને આવી રહ્યો છે.

તેવી બાતમીના આધારે કતવારા પોલીસે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન તે બાતમીવાળી રીક્ષા આવતા રિક્ષાનો ચાલક પોલીસને જોઈ પોતાની રીક્ષા મૂકી ભાગવાની કોશિષ કરતા તે ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો અને તે રીક્ષા ચાલકનું નામ પૂછતા સંજય દીપુભાઈ કલારા રહેવાસી રાબડાલ કલારા ફળિયું દાહોદનો હોવાનું જણાવ્યું હતું અને તેની રિક્ષામાં ભરેલા કંતાનના થેલામાં 184 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 26,396 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેરમાં લીધેલી બજાજ કંપનીની ઓટો રીક્ષા જેની કિંમત 40 હજારની મળી કુલ 66,396 રૂપીયાના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી અને તેની પૂછપરછ કરતા આ દારૂ ક્યાંથી લાવ્યો ત્યારે તેને જણાવ્યું હતું કે પીદીયા રત્ના સંગાડા ગોવાળી પત્ર મધ્યપ્રદેશનાઓ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કતવારા પોલીસે બંને ઈસમો સામે પ્રોહી અંગેનો ગુનો નોંધ્યો હતો અને ચાલકની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.