- બાળકીના માથાના ભાગે ઇજાઓ થતા ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવી.
- બાળકી બિલ્ડિંગ પરચી નીચે પટકાતા ચૌધાર આંસુ સાથે માતા-પિતાનો શ્ર્વાસ એક ક્ષણ માટે થંબી ગયો.
દાહોદ,રામ રાખે તેને કોણ ચાખે તે ઉકતીને સાર્થક કરતો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં એક ત્રણ વર્ષીય બાળકી રમતા રમતા બહુમાળીમાં ચોથા માળેથી નીચે પટકાતા તેના માતા પીતા તેમજ આસપાસમાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે, ત્યારબાદ તાબડતોડ આ બાળકીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં હાજર તબીબોએ તમામ પરીક્ષણો કર્યા બાદ આ બાળકીને માત્ર માથામાં ચોટ આવતા તેની પાટા પુટ્ટી કરવામાં આવી હતી. આ બનાવમાં આ ત્રણ વર્ષીય બાળકીનો બચાવ એ એક પ્રકારનો ચમત્કારી ઘટનાથી ઓછી નથી હાલ આ બાળકી દવાખાનામાં સારવાર લઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તારની આવેલી એક બહુમાળીના ચોથા માળ પર રહેતા પરિવારની ત્રણ વર્ષીય બાળકી ગતરોજ બપોરના સમયે લોભીમાં રમી રહી હતી અને તેની માતા ઘર કામમાં વ્યસ્ત હતી. તે સમયે આ બાળકી રમતા રમતા બિલ્ડીંગના ચોથા માળેથી જમીન પર પટકાતા બાળકીના ચિસના પગલે આસપાસના લોકોના શ્ર્વાશ થંભી ગયા હતા અને આ ઘટનાની જાણ તેની માતા અને પિતાને થતા એક ક્ષણ માટે હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા અને બંને માતા પિતા તાબડતોડ રડતી આંખે બાળકી પાસે પહોંચ્યા હતા. જ્યાં તેના માથામાંથી લોહી નીકળતા બંને માતા પિતાએ બાળકીને છાતીએ લગાવી ચૌધાર આંસુએ રડતા રડતા તે ઈજાગ્રસ્ત બાળકીને તાબડતોડ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ આ બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ બાળકીને કોઈ મગજમાં ગંભીર ચોંટો તો નથી આવીને? તેની ખરાઈ અંગે સીટી સ્કેન માટે મોકલવામાં આવી હતી અને ત્યાં સીટી સ્કેન કરનાર ડોક્ટર તેમજ ટેકનીશીયન દ્વારા સીટી સ્કેન કરવા માટે એક કલાકની રાહ જોવી પડશે તેમ જણાવ્યું હતું. આ સાંભળતાની સાથે જ તેના માતા પિતાના ચહેરા પર પુન: એક વખત ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા હતા અને બાળકીની હાલત જોઈને એક મિનિટ પણ સારવાર માટે વિલંબ બાળકીના જીવ પર આવી શકે તેમ હોવા છતાંય એક કલાકની રાહ જોવી તેમના માટે એક યુગ સમાન હતું. જોકે, તે સમયે હોસ્પિટલમાં કોઈ કામ અર્થે આવેલા દાહોદના એક જાગૃત પત્રકારે આ બાળકીની પરિસ્થિતિ જોઈ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઝાયડસ એડમિનિસ્ટ્રેશનમાં વાત કરતા સીટી સ્કેન માટે એક કલાકની રાહ જોવા માટે કહેનાર ટેકનીશીયનો તેમજ ડોક્ટર ગણતરીની સેકંડોમાં વિલંબ કર્યા વિના ઇમરજન્સી વિભાગમાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આ બાળકીનું સીટી સ્કેન કરી રિપોર્ટ આ બાળકીની સારવાર કરનાર તબીબ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. જ્યાં બાળકીની સારવાર કરનાર તબીબે તમામ રિપોર્ટ અને બાળકીની સારવારની ખરાઈ કર્યા બાદ આ બાળકીને માત્ર માથામાં ચોટ આવવાથી બાર જેટલા ટાંકા લઈ તેની સારવાર કરી દેવામાં આવી હતી. આ બનાવમાં રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તી સાર્થક થવા પામી હતી જેમાં ચોથા માળેથી પટકાયેલી ફૂલ જેવી બાળકીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. જેના પગલે માતા પિતા તેમજ આસપાસના લોકોના જીવમાં જીવ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવતી એક બોધ પાઠ લેવા જેવો છે. જે શહેરની હાયરાઈસ બિલ્ડીંગોમાં વસતા પરિવારો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે બિલ્ડિંગમાં વસવાટ કરતા પરિવારજનો પોતાનું નાનું બાળક ક્યાં રમે છે અને શું એક્ટિવિટી કરે છે. તે અંગેનું ધ્યાન રાખે તો સાચા અર્થમાં બાળકની સંભાળ થાય તેમ છે, બાકી તો આવા ચમત્કારિક જુજ જ જોવા મળે છે.