ડમીકાંડના તોડકાંડમાં લેવાયેલા ૩૮ લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા,કાનભાના મિત્રના ઘરેથી રિકવર કરાયા રુપિયા

ભાવનગર,ભાવનગરના ડમીકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં લેવાયેલા ૩૮ લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભાના મિત્રના ઘરેથી ૩૮ લાખ રૂપિયા રિકવર કરાયા છે. બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી તોડકાંડમાં લેવાયેલા ૩૮ લાખ રૂપિયા જપ્ત થયા છે.

ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઇ હતી. તોડકાંડમાં આ બંન્નેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ ૬ લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ ૪ આરોપીની ધરપકડ થઇ છે.