ચેન્નાઇ,ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તમિલનાડુમાં મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિભાગના અધિકારીઓ વતી કરચોરીના મામલામાં ચેન્નાઈ, કોઈમ્બતુર, ત્રિચી અને હોસુરમાં જી સ્ક્વેર કન્સ્ટ્રક્શન ગ્રુપ સાથે જોડાયેલા લગભગ ૫૦ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ ડીએમકેની ફાઈલોના વર્ગીકરણ દરમિયાન દાવો કર્યો હતો કે જી સ્ક્વેર રિયલ એસ્ટેટ જૂથની માલિકીની ઘણી મિલક્તો છે, જે કથિત રીતે ડીએમકેની નજીક છે.
ઈન્કમટેક્સ અને ઈડીના દરોડા પર દેશમાં ભારે રાજનીતિ ચાલી રહી છે. આ વાર્તા આજની નથી. તેનો લાંબો ઈતિહાસ છે. કોંગ્રેસ સરકારમાં પણ ભાજપ આવો જ આરોપ લગાવતો હતો. આજે સરકાર ભાજપની છે તો કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે. ‘પાંજરામાં બંધ પોપટ’માં સુપ્રીમ કોર્ટની એક ટીપ્પણી ઘણી ફેમસ થઈ ગઈ હતી. ત્યારે આજે તમિલનાડુમાં થયેલી રેડમાં DMK નેતાના ઘરે પણ આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે જેને લઈને રાજકારણ ગરમાયું છે રહ્યા છે.
ડીએમકે ધારાસભ્ય એમકે મોહનના પુત્રના ઘરે આવકવેરાના દરોડા પડી રહ્યા છે. તેમનું ઘર અન્ના નગરમાં છે. મળતી માહિતી મુજબ ધારાસભ્યનો પુત્ર જી સ્ક્વેર નામની પેઢીમાં શેરધારક છે. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે. જેની કડી ડીએમકે સાથે જોડાયેલી છે. પેઢીની જગ્યા પર પણ આવકવેરાના દરોડા ચાલુ છે. એક સાથે અનેક જગ્યાએ આઈટીના દરોડા પડી રહ્યા છે. પેઢીની મિલક્તો પર પણ દરોડા ચાલુ છે. જી સ્ક્વેર કંપની અગાઉ પણ વિવાદોમાં ઘેરાયેલી હતી. આ પેઢી રાજકીય વિવાદનો મુદ્દો પણ બની હતી. ભાજપે ડીએમકે પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર આ રિયલ એસ્ટેટ કંપનીને ફાયદો કરાવી રહી છે. આ કારણોસર તેને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે.