બરેલી જેલમાં ઉમેશની હત્યાનું પ્લાનિંગ !ઉમેશની હત્યા અંગે પોલીસની થિયરી કહે છે કે, અતીક અને અશરફે જેલમાંથી જ સમગ્ર કાવતરું ઘડ્યું હતું.

  • અતીક અને અશરફની હત્યા કરી હતી. લોકો અતીક-અશરફની હત્યાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

બરેલી,માફિયા અતીક અહેમદ અને અશરફ ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતા. જોકે, બંને માફિયા ભાઈઓ હવે આ દુનિયામાં નથી. ત્રણ ગુનેગારોએ તે બંનેને હોસ્પિટલના પ્રાંગણમાં જ પોઈન્ટ બ્લેન્ક ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બંને ગુનેગારોના મોત થયા હોવા છતાં યુપી પોલીસ હજુ પણ ઉમેશ પાલ હત્યા કેસની તપાસમાં વ્યસ્ત છે. આ હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

ઉમેશની હત્યા અંગે પોલીસની થિયરી કહે છે કે, અતીક અને અશરફે જેલમાંથી જ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. અતીક ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો, જ્યારે અશરફ યુપીની બરેલી જેલમાં કેદ હતો. ગુડ્ડુ મુસ્લિમ, અસદ, ઉસ્માન, ગુલામ અને અન્ય આરોપીઓએ, ગત ૧૧ ફેબ્રુઆરીએ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં ચારેય આરોપીઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સીસીટીવી ફૂટેજ બરેલી જેલના છે. જો કે, ટીવી ૯ આ વીડિયોની પૃષ્ટિ કરતું નથી.સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે અસદ, ગુડ્ડુ, ગુલામ, ઉસ્માન સહિત ઘણા લોકો જેલના ગેટ સુધી આવે છે અને સીધા જેલની અંદર જાય છે. આ દરમિયાન એક પોલીસકર્મી પણ ત્યાં ઊભો જોવા મળે છે, પરંતુ તે તેમને કંઈ કહેતો નથી. પોલીસે અતીકના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને એક્ધાઉન્ટરમાં માર્યા ગયા છે. આ પહેલા પણ પોલીસે ઉમેશ હત્યા કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

ઉમેશ પાલ ૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ કોર્ટમાં ગયો હતો. તે કેસની દલીલ કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે જ ત્યા અસદ, ગુડ્ડુ સહીતના આરોપીઓ કારમાં આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન ગુડ્ડુએ ઉમેશની કારની આસપાસ બોમ્બ પણ ફેંક્યા હતા. આ ફાયરિંગમાં ઉમેશ પાલનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અતીક અહેમદને યુપી પોલીસ આ હત્યા કેસમાં પૂછપરછ માટે ગુજરાતથી પ્રયાગરાજ લાવી હતી.

દરમિયાન, ૧૫ એપ્રિલે ત્રણ બદમાશોએ, અતીક અને અશરફની હત્યા કરી હતી. લોકો અતીક-અશરફની હત્યાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે જે સમયે બંનેની હત્યા થઈ તે સમયે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હતી. જોકે પોલીસે અતીક અને અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.