જમ્મુ કાશ્મીર અને પંજાબની બોર્ડરના વિસ્તારોથી ભારતમાં ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરનારા પાકિસ્તાને 2020માં નવા રસ્તાઓની શોધ કરી છે. પાકિસ્તાન હવે જમ્મુ કાશ્મીર નહીં ગુજરાત અને રાજસ્થાન બોર્ડરથી ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
- પાકિસ્તાને ઘૂસણખોરીની પેટર્ન બદલી
- રાજસ્થાન, ગુજરાત સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ
- આતંકીઓ મોકલવા નવા રસ્તા શોધતુ નાપાક
પાકિસ્તાને ઘૂસણખોરીની પેટર્ન બદલી છે. BSFના જણાવ્યા અનુસાર, આ વર્ષ એટલે 2020માં પાકિસ્તાન તરફથી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘુષણખોરી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા.
BSFના ડેટા અનુસાર બીજા વર્ષોના મુકાબલે 2020માં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરથી ઘુષણખોરીના વધુ કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે BSFના કાશ્મીર ફ્રંટિયરે ગત વર્ષની તુલનામાં માત્ર એક ઘુષણખોરી દાખલ કરવામાં આવી છે, જ્યાં નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી 4 ઘુષણખોરી થઇ હતી.
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધી ઘુષણખોરીની ઘટનાઓ
આ વર્ષે, BSFના ગુજરાત અને રાજસ્થાન ફ્રંટિયરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘુષણખોરીને વધુ ઘટનાઓ નોંધી છે. અધિકારીઓએ દાવો કર્યો કે પાકિસ્તાન આતંકવાદીઓને મોકલવા માટે અન્ય રસ્તા શોધી રહ્યું છે. પાકિસ્તાન અથવા કોઇ સેના બોર્ડરથી ઘુષણખોરી નો પ્રયાસ ન કરે એના માટે 24 કલાક BSF ગુપ્ત સુચના અને સુરક્ષાબળ અલર્ટ પર રહે છે.
જમ્મુ કાશ્મીરમાં 150 મીટર લાંબી સુરંગ મળી આવી હતી
અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે જમ્મુ અને પંજાબની બોર્ડર પર સૌથી વધુ 4-4 ઘુષણખોરીની ઘટનાઓ સામે આવી છે. નવેમ્બરમાં જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આતંકવાદીઓ દ્વારા ઘુષણખોરી માટે ઉપયોગ કરવામાં આવતી 150 મીટર લાંબી સુરંગની જાણ થઇ હતી. અધિકારીઓએ કહ્યું કે, BSF અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં સુરંગની જાણ થઇ હતી.