દાહોદના કતવારા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ઝોલાછાપ બોગસ તબીબ ઝડપાયો

દાહોદના કતવારા ગામેથી દાહોદ એસ.ઓ.જી.પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબને મેડિકલને લગતી સાધન સામગ્રી તથા મેડીસીનના કુલ રૂ.૫૫,૦૦૨/-ના મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દહોદના કતવારા ગામે એક તબીબ છેલ્લા ધણા વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી દવાખાનુ ધમધમાવતો હોવાની ફરિયાદો છેલ્લા ધણા સમયથી થઈ રહી હતી. ત્યારે આ અંગેની જાણ દાહોદ એસ.ઓ.જી.પોલીસને થતાં પોલીસે કતવારાના નિશાળ ફળિયામાં આવેલ પોતાના મકાનમાં એક બોગસ તબીબ મેડિકલ ડિગ્રી લઈ કે પ્રમાણપત્ર નહિ હોવા છતાં કુસુમ નામનુ ક્લિનીક ખોલી લોકોની સારવાર કરતો બોગસ તબીબ મેહુલકુમાર કિશોરભાઈ જાતે હાડા (રહે.કતવારા, નિશાળ ફળિયુ, તા.જિ.દાહોદ)ની પોલીસે પુછપરછ કરતા અને તબીબી ડિગ્રીના દસ્તાવેજોની માંગણી કરતા પોલીસ સમક્ષ આધાર-પુરાવા સાથે દસ્તાવેજો ન કરતા પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોકત ઈસમ બોગસ તબીબ હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ હતુ. પોલીસે ક્લિનીકમાંથી ‚.૫૫,૦૦૨/-ની જુદા જુદા પ્રકારની દવા, ગોળી, બોટલો, ઈન્જેકશનો તથા અન્ય મેડિકલ દવા-સારવાર કરવાના સાધન-સામગ્રી કબ્જે કરી આ અંગે દાહોદ એસ.ઓ.જી.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.