‘ગુનેગાર-માફિયા ભૂતકાળ બની ગયા છે, ઉત્તર પ્રદેશ સુરક્ષા-સમૃદ્ધિનું પ્રતીક બની ગયું છે’ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

સહારનપુર,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સહારનપુરમાં એક રેલીને સંબોધી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે હવે રાજ્યમાં માફિયા અને ગુનેગારો ભૂતકાળ બની ગયા છે. રાજ્ય સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતિક બની ગયું છે. આજે રાજ્યમાં કર્ફ્યુ નથી, પરંતુ કાવડ યાત્રાનું આયોજીત કરવામાં આવે છે. આજે યુપી સંપૂર્ણપણે ભયમુક્ત છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે પહેલા છોકરીઓ બદમાશોના આતંકના ડરથી રાજ્યથી દૂર ભણતી હતી. પરંતુ, હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. આજે યુપીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશમાં એક ઉદાહરણ બની ગઈ છે. યોગીએ કહ્યું કે આપણે નક્કી કરવાનું છે કે શેરીઓમાં ગોળીઓનો અવાજ સંભળાવવો જોઈએ કે ભજન ગાવાનો અવાજ આવવો જોઈએ. આજે યુપીમાં તોફાનો નથી. રાજ્યમાં બધું બરાબર છે. હવે કોઈ પાસે ખંડણી વસુલવામાં આવતી નથી. આજે યુપી માફિયાઓને કારણે જાણીતું નથી. હવે તહેવાર આપણી ઓળખ બની ગયા છે.

સીએમ યોગીએ કહ્યું કે સહારનપુર તેની ઐતિહાસિક ધરોહર માટે જાણીતું છે. અહીંની લાકડાની હસ્તકલા ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના કારીગરો દેશભરમાં પ્રખ્યાત છે. અહીંના ખેડૂતો મહેનતુ અને યુવા સ્વપ્નદ્રષ્ટા છે. વ્યવસાય ક્ષેત્રે અહીંના લોકો રાજ્યના વિકાસમાં ઘણું યોગદાન આપી રહ્યા છે. હું છેલ્લા છ વર્ષમાં એક ડઝનથી વધુ વખત અહીં આવ્યો છું.
સહારનપુર સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે: સીએમ યોગી

સીએમ યોગીએ કહ્યું કે ૨૦૧૭ પહેલા મેં સહારનપુરની ઉપેક્ષાને ખૂબ નજીકથી અનુભવી છે. અહીંના લોકો વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. સહારનપુર રમખાણો માટે જાણીતું હતું. અહીંના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. દિલ્હી પહોંચવામાં કલાકો લાગતા હતા. પરંતુ હવે કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર હવે ઘટી ગયું છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં સહારનપુર સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો : દરેક સ્પોર્ટસની વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવો,PM મોદીએ રમતગમત મંત્રાલયોને આપી સલાહ

આવતા વર્ષે લોક્સભાની ચૂંટણી છે. ભાજપ આ વખતે ગત ચૂંટણી કરતા મોટા માજનથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ ભાજપ હાઈકમાન્ડનું મુખ્ય ફોક્સ ઉત્તર પ્રદેશ છે. યોગી આદિત્યનાથ તેમના વિકાસ કાર્યોને જનતાની વચ્ચે ગણાવી રહ્યા છે.