
નાગપુર,મહારાષ્ટ્રના નાગપુરમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ત્યાં કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં ૩ મજૂરોના મોત થઈ ગયા છે અને ૩ મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ કંપની હિંગનામાં આવેલી છે.
ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ હાજર છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એક અધિકારીએ જણાવ્યું કે, કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડમાં સવારે ૧૧:૦૦ વાગ્યે આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી કે, આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.