મુંબઈથી આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલ પછી પહેલી વાર એકપણ કેસ નહીં

કોરોના વાયરસ રોગચાળા બાદ ઘણા લાંબા પછી એક સારા સમાચાર છે. દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે 1 એપ્રિલ પછી કોરોનાનો એક પણ કેસ બહાર આવ્યો નથી.

  • કોરોનાને લઈને ધારાવીથી આવ્યા મોટા સમાચાર
  • પહેલી એપ્રિલ પછી આજે પહેલી વાર કે પણ કેસ નહીં
  • ધારાવીમાં હવે માત્ર 12 જ સક્રિય કેસ છે

મુંબઇની ધારાવી કોલોની, કોરોના સામેની લડતમાં માયાનગરી મુંબઈ માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. ધારાવીમાં જે રીતે કોરોના કેસ સામે આવવા લાગ્યા તે દરેક માટે ચિંતાનો વિષય હતો. પરંતુ શુક્રવારે બહાર આવેલી માહિતી ખૂબ જ ઉત્સાહ આપનારી હતી. શુક્રવારે અહીં એક પણ નવો કેસ નોંધ્યો નથી. સૌથી મોટી વાત એ છે કે 1 એપ્રિલ પછી આ પહેલી વાર છે જ્યારે આ વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ધારાવીમાં હવે માત્ર 12 સક્રિય કેસ છે

ધારાવીમાં હવે ફક્ત 12 સક્રિય કેસ છે. ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિ.મી.નો ફેલાવો ધરાવે છે અને તેની વસ્તી 6.5 લાખથી વધુ છે, તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે. ગીચ વસ્તી ધરાવતા ધારાવીમાં 1 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારમાં સતત કેસ વધતાં જતાં હતા.

લોકો કોવિડના નિયમોનું પાલન કરતા હતા

ઘણા અહેવાલો બહાર આવ્યા છે કે ધારાવીના લોકોએ કોરોના પ્રતિબંધો-માર્ગદર્શિકા, અલગતા અને સંભાળના વ્યવસ્થિત કાર્યક્રમોમાં વહીવટને ટેકો આપ્યો હતો અને તેના સક્રિય પરિણામ દેખાય છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 2.81 લાખ નીચે છે. આરોગ્ય મંત્રાલય અનુસાર કોરોનાના સક્રિય કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં દેશમાં સંક્રમિત થયેલા કુલ કેસોમાં તે માત્ર 2.78 ટકા છે.

દેશમાં હવે રિકવરી દર વધુ સારો છે

જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આખા દેશમાં 23 હજારથી વધુ લોકોને કોરોના સંક્રમણ થયું છે, પરંતુ તે જ સમયગાળામાં સાજા થયેલા લોકોની સંખ્યા 24 હજારથી વધુ હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેનાથી એક દિવસમાં સક્રિય કેસની સંખ્યામાં લગભગ 2 હજારનો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં 336 લોકોનાં મોત નીપજ્યાં છે, આ રોગચાળામાં મૃત્યુઆંકની સંખ્યા 1,47,092 પર પહોંચી ગઈ છે.