બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ,મહીસાગર જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal પર અરજી કરવી

મહિસાગર,વર્ષ:2023-24 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કેશાકભાજી હાઇબ્રીડ બિયારણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ટ્રેક્ટર (20 PTO HP સુધી), પપૈયા, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર, છુટા ફુલ પાકોમાં સહાય, ફળપાકોના વાવેતર, ડ્રેગન ફ્રુટના વાવેતર માટે, કાચા/અર્ધ પાકાપાકા વેલાવાળા શાકભાજીના મંડપડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા, પ્લગ નર્સરી, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ઔષધિય સુગંધિત પાકોના વાવેતર, ફંક્શનલ ઇંફ્રાસ્ટ્રક્ચરકોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, પેક હાઉસ, નેટ હાઉસ, ગ્રીન હાઉસ, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટેરીયલ, સરગવાની ખેતીમાં સહાય વગેરે માટે તા. 22/04/2023 થી તા.31/05/2023 સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે.

મહીસાગર જિલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal web site : (www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી 7/12, 8- અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-7માં નાયબ બાગાયત નિયામકની કો ચારકોશિયા નાકા, મોડાસા રોડ,નાયબ બાગાયત નિયામકની કચેરી જમા કરાવવા.