
- દાહોદ જિલ્લાની લોકસભા સીટ અંતર્ગત આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ વિવિધ કાર્યક્રમો અંગેની જિલ્લાની 7 વિધાનસભાની બેઠક દાહોદ કમલમ ખાતે યોજાઇ હતી.
દાહોદ,દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ લોકસભામાં આવતી 7 વિધાનસભાની વિસ્તૃત બેઠક આવનારી લોકસભા ચૂંટણી સંદર્ભે લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત યોજાઈ હતી. જેમાં ભારત ની 112 લોકસભા લોકસભા પ્રવાસ યોજના અંતર્ગત આવરી લેવાઈ છે. જેમાં ગુજરાતમાં કુલ પાંચ લોકસભા પૈકી દાહોદની લોકસભાનો આમાં સમાવેશ થયો છે. આ કલ્પના વડાપ્રધાન મોદીની છે, જેની સીધી દેખરેખ pmo કરશે. આ કાર્યક્રમનો મૂળ હેતુ પ્રધાનમંત્રીના નવ વર્ષ દરમ્યાન થયેલ કાર્યોને સાંસદ દ્વારા 15 મે થી 15 જૂન સુધી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર લોકસભામાં પ્રવાસ કરી પ્રજા સમક્ષ રજૂ કરશે.

જેથી આ લોકસભા પ્રવાસ અંતર્ગત આગામી કાર્યક્રમોની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત તમામ હોદ્દેદારોને નગર અને ગ્રામ્યમાં મંડલ મુજબ વિશેષ મોનીટરીંગ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. જે યોજનાના અધ્યક્ષ સાંસદ જસવંતસિંહ ભાભોર રહશે, જે અંગે અગત્યની બેઠક દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમાલિયાર, લોકસભાના સાંસદ જશવંતસિંહજી ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારા સભ્ય મહેન્દ્ર ભાભોર, ફતેપુરા ધરા સભ્ય રમેશ કટારા, જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, નરેન્દ્ર સોની, તેમજ જિલ્લા સભ્યો અને વિધાનસભાના ઇન્ચાર્જ, મહિલા મોરચાના તમામ હોદ્દેદારો તથા મીડિયા સેલના સહ કનવિનર, તેમજ મંડળના પ્રભારીઓ સાથે લોક સભાની બૃહદ્ બેઠક દાહોદ કમલમ ઉપર યોજાઇ હતી. આ આખી યોજનાની વિસ્તૃત માહિતી કાર્યક્રમના સહ સંયોજક સુધીર લાલપુરવાળા દ્વારા આ બેઠકમાં રાખવામાં આવી હતી.
