- ઝાલોદ તાલુકાના સુથારવાસા નજીક પીપળીયા ગામેથી લીમડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઈક પર દારૂની ખેપ મારતા બુટલેગરને વિદે ઉજશી દારૂના જથ્થા સાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.
દાહોદ,હાલ લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી બુટલેગર તત્વો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની ખેપ મારી તગડો નફો રડે લેવા સક્રિય બન્યા છ. ત્યારે વિદેશી દારૂની બંધીને કડક રીતે ડામી દેવા દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બની છે. ત્યારે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એફ.ડામોર તેમજ પોલીસ જવાનો સુથારવાસા થી ડુંગરી તરફ જવાના રસ્તામાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન પીપળીયા ગામ નજીક સામેથી સુથારવાસા ગામના તળ ફળિયાનો બુટલેગર વિપુલભાઈ કાંતિભાઈ મુનિયા હોન્ડા ઓરનેટ મો.સા.પર વિદેશી દારૂ ભરી લાવતા પોલીસે તેને આંતરી તલાસી લેતા તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 178 બોટલ મળી 26,522/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ મોટરસાયકલ કબ્જે લઇ પકડાયેલા વિપુલભાઈ કાંતિભાઈ મુનિયાને જેલની સલાખો પાછળ ધકેલી તેની વિરોધમાં પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.