કતવારા પોલીસે લીમડાબરા ગામેથી રૂા.4,320 નો વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડ્યો

દાહોદ,22 મી એપ્રિલ વાત કરવામાં આવેતો કતવારા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન લીમડાબરા ગામે જતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે લીમડાબરા ભાળાપીપળ થઈને ત્રણ રસ્તા તરફએક ઈસમ બે થેલાઓમાં વિદેશી દારૂ લઈને ઉભો છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી તે ઈસમને પકડી તેની પાસેથી થેલાઓમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલી મળી આવી હતી અને પકડાયેલા ઈસમનું નામ પૂછતા વિકેશભાઈ રાળિયાભાઈ માવી રહેવાસી ગુંદી ખેડા પટેલ ફળ્યું તાલુકા જિલ્લા દાહોદનું હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી કતવારા પોલીસે થેલામાં ભરેલી 36 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. જેની કિંમત 4,320 રૂપિયાનો વિદેશી દારૂ કતવારા પોલીસે ઝડપી અને વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમ સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.