કાંકણપુર,પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાની શાળા માંથી સ્ટુડન્ટ પોલીસ કેડેટ તા.22થી 27 એપ્રિલ2023 ના રોજ સમર કેમ્પ આયોજન ફાર્મસી કોલેજ રામપુરા, કાંકણપુર ખાતે કરવામાં આવ્યું છે. 6 દિવસ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, માર્ગદર્શન રમતો હરીફાઈ, ફિલ્ડવિઝીટ, વક્તા દ્વારા જરૂરી સૂચના માહિતી, પરેડ નિરીક્ષણ, કસરતો, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં, વૃધ્ધા આશ્રમ, પોલીસ સ્ટેશનની મુલાકાત, કાંકણપુર ગામની રૂબરૂ બાળકો જરૂરી માર્ગદર્શન, વાતચીત કરશે. ફર્માસીકોલેજ, મેડિકલ, એજિનરીગ કોલેજના દુસ્યતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ તમામ પ્રકારની સુવિધાઓ તેમજ ફિલ્ડવિઝીટ અને માર્ગદર્શન આપ્યું. બાળકો સાથે મુલાકાત ગોધરા તાલુકાના પી.આઈ .અસોડા, એલ.જી. નકુમ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા અને નિયમિત તાલીમ લેવા માટે અને જીવનમાં બાળકોને આગળ વધવાની પ્રેરણા અને આશીર્વચન આપ્યા. મોરવા હડફ, વેજલપુર એ.ડિવિઝન, ઇ ડિવિઝન, ગોધરા તાલુકા, કાંકણપુર, પોલીસ સ્ટેશન માંથી ADI તેમજ cpo વૈશાલીબેન દરજી, સુનિલભાઈ હાજર રહ્યા હતા. તેમજ સુરક્ષા સેતુ ઓફીસ દીપકભાઈ તેમજ કાંકણપુર પોલીસ સ્ટેશન પીઆઈ જુડાલ તમામ બાળકોને શુભકામના સાથે ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ તેમનાં માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંતે આભારવિધિ અશોકભાઈ પરમાર કરી હતી.