ગોધરા,ગોધરા શહેર પ્રભારોડ ઉપર આવેલ ભગવતનગર સોસાયટી તેમજ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ થી પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતાં પાણીના પુરવઠામાં ડહોળુંં અને ગંદુ પાણી આવતું હોય જેને લઈ રહિશો પરેશાન થઈ રહ્યા છે. પાલિકા તંત્ર ડોહળા પાણીની સમસ્યાથી છુટકારો અપાવે તે જરૂરી છે.
ગોધરાના પ્રભારોડ ઉપર આવેલ ભગવતનગર સોસાયટી તેમજ બામરોલ રોડ ઉપર આવેલ અન્ય સોસાયટીઓમાં પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતાં પાણીના પુરવઠામાં ગંદુ ડહોળું અને દુર્ગંંધવાળું પાણી આવતું હોય છે. જે કોઈક જગ્યાએ લીકેજ થવાથી પાણથી ડહોળું આવતું હોય ત્યારે આવા ગંદા પાણીને લઈ પાણીજન્ય રોગચાળો થવાની શકયતાને નકારી શકાય તેમ નથી. સ્થાનિક રહિશો દ્વારા પાલિકા તંત્રને પીવાનું ડહોળું પાણી આવતું હોવા બાબતે રજુઆત કરવા છતાં ડોહળા પાણીની સમસ્યા માંથી છુટકારો મળ્યો નથી. હાલ કારમી ઉનાળાની સીજનમાં ગંદુ અને ડહોળું પાણી આવતુંં હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા ભગવતનગર સોસાયટી વિસ્તારમાં પાણીનો પુરવઠો પુરા પાડતી પાઈપ લાઈનમાં ચેકીંગ કરીને ચોખ્ખુંં પાણી મળી રહે તેવી ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.