અનિશ્ર્ચિતતાઓ વચ્ચે ભારત દરેકની નજરમાં સૌથી ઝડપથી વિક્સતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે: દીપક પારેખ

નવી દિલ્હી: વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિતતા વચ્ચે ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિક્સતું દેશ છે અને તેથી સમગ્ર વિશ્ર્વની નજર ભારત પર છે. જાણીતા બેંકર દીપક પારેખે શનિવારે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતને તેના મજબૂત વપરાશથી મદદ મળી છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્ર્વિક વિક્ષેપોથી અસુરક્ષિત નથી, તેથી વૃદ્ધિ થોડી ધીમી પડી છે પરંતુ ભારત સ્થાનિક વપરાશ આધારિત અર્થતંત્ર છે અને નિકાસ પર ભારે નિર્ભર દેશોની તુલનામાં વૈશ્ર્વિક અર્થતંત્ર પર ઓછું નિર્ભર છે.

પારેખે, એચડીએફસી લિમિટેડના ચેરમેને કોક્ધ્લેવમાં જણાવ્યું હતું કે, “એક દેશ તરીકે, અમે નકારાત્મક કરતાં વધુ સકારાત્મક જોવા માટે ભાગ્યશાળી છીએ. ભારત માટે સૌથી સારી વાત એ છે કે આપણી પાસે અહીં રાજકીય સ્થિરતા છે અને મને ૨૦૨૪માં પણ આમાં કોઈ અડચણ દેખાતી નથી.

તેમણે કહ્યું કે ભારતીય બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થા હવે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને સારી રીતે મૂડીકૃત છે, બેડ લોન હવે ઘણી ઓછી છે અને સિસ્ટમ કડક રીતે નિયંત્રિત છે. પારેખે જણાવ્યું હતું કે સરકાર દેશને વૈશ્ર્વિક ઉત્પાદન હબ તરીકે સ્થાન આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને દેશે ભારતીય અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત રીતે ડીકાર્બોનાઇઝ કરવાના લક્ષ્યો સાથે પોતાને સંરેખિત કર્યા છે.