આપ ૨૦૨૪માં કોઈની સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે લોક્સભા ચૂંટણી લડશે : સંદીપ પાઠક

નવીદિલ્હી,આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ કાર્યર્ક્તાએ શુક્રવારે કહ્યું કે તેમની પાર્ટી દેશભરમાં કોઈની સાથે ગઠબંધન કર્યા વિના આગામી લોક્સભાની ચૂંટણી એકલા હાથે લડશે. આ સાથે તેમણે કહ્યું કે આપ રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત બાબતો પર સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ઉભી રહેશે. છછઁના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે ગોવામાં મીડિયાને જણાવ્યું હતું કે તેમની પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીઓમાં એકલા હાથે લડશે, જેમાં દરિયાકાંઠાના રાજ્યની બંને બેઠકો પણ સામેલ છે. છેલ્લી લોક્સભા ચૂંટણી (૨૦૧૯), ગોવામાં ભાજપ અને કોંગ્રેસે એક-એક સીટ જીતી હતી. કોંગ્રેસ દ્વારા વિપક્ષી એક્તાને મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે પાઠકનું નિવેદન આવ્યું છે.

કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તાજેતરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા. ખડગેએ ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી રાજા સાથે પણ વાતચીત કરી છે. છછઁના સૌથી અગ્રણી ચહેરા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા વિશે પૂછવામાં આવતા, પાઠકે કહ્યું કે દેશને નક્કી કરવા દો કે કોણ વડાપ્રધાન બનશે. અમે આવી બાબતોમાં માનતા નથી (વડાપ્રધાન પદના ઉમેદવારની અગાઉથી જાહેરાત કરવી). પાઠકે કહ્યું કે આપ રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ઉભી રહેશે. તેમણે કહ્યું કે પરંતુ ચૂંટણી અલગ બાબત છે.

આપ નેતાએ ગોવામાં પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટે અહીં તેના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં આપના બે ધારાસભ્યો છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં, આપે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૦ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા અને માત્ર એક બેઠક જીતી. જ્યારે ૨૦૧૪માં પાર્ટીને ચાર બેઠકો મળી હતી. પાર્ટીને રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી વધુ ૧૮.૧૦ ટકા વોટ શેર મળ્યા હતા.