ઇન્ડિયન ઑયલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) એન્જિનિયરિંગ આસિસ્ટંટ અને ટેક્નિકલ અટેંડેંટના પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો 2020 ભરતી અધિસૂચના અંતર્ગત 15 જાન્યુઆરી 2021 સુધી, નિર્ધારિત ફોર્મેટમાં ઑનલાઇન અરજી કરી શકે છે. ઑનલાઇન અરજીની પ્રક્રિયા 22 ડિસેમ્બરથી શરૂ થઇ ચુકી છે. IOCL પાઇપલાઇન ડિવીઝનમાં એન્જિનિયરિંગ આસિસ્ટેંટ અને ટેક્નિકલ અટેંડેંટના ખાલી 47 પદો પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
IOCL Recruitment 2021: જારી પદોની વિગતો
- એન્જિનિયરિંગ આસિસ્ટન્ટના 27 પદ
- ટેક્નિકલ અટેંડેંટ 20 પદ
- કુલ 47 પદ
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ પદો પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડમાં કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીથી ડિગ્રી અથવા ડિપ્લોમા હોવા જોઇએ. અટેંડેંટ પદો પર ધોરણ 10 પાસ અથવા સમકક્ષ ઉમેદવાર ભરતી માટે અરજી કરી શકે છે. અરજી માટે વયમર્યાદા 18 વર્ષથી 26 વર્ષ નિર્ધારિત છે.
ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટના આધારે થશે. પરીક્ષાની તારીખ જલ્દી જારી કરવામાં આવશે. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને 25000થી 1,05,000 રૂપિયાની સેલરી પર તથા ટેક્નિકલ અટેંડેંટ પદો પર 23,000થી 78,000 રૂપિયાની સેલરી પર નોકરી પર રાખવામાં આવશે.