લખનૌ,ઉત્તર પ્રદેશમાં ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં મુસ્લિમો સૌથી સુરક્ષિત છે. બ્રજેશ પાઠકે ઈદ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જો મુસ્લિમો વિશ્ર્વમાં ક્યાંય પણ સૌથી વધુ સુરક્ષિત છે તો તેઓ ભારત અને ઉત્તર પ્રદેશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિનાથના નેતૃત્વમાં મુસ્લિમો દેશ અને રાજ્યમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. સરકાર દરેક મુસ્લિમ ભાઈઓના અધિકારો માટે અને તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે કામ કરી રહી છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દેશમાં ભાઈચારો, પરસ્પર સન્માન જે આપણી ઓળખ રહી છે. તે આગળ વધે, લોકોની એક્તા જ આપણાથી ડર દૂર કરે છે. આશા છે કે જે રીતે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સરકાર આમાં ભેદભાવ નહીં કરે તેવી અપેક્ષા છે. અતીક અશરફના ગોળીબાર બાદ અલકાયદાની ધમકી પર અખિલેશે કહ્યું કે તહેવારના દિવસે દિલ્હી અને નોઈડાથી ઘણી વખત સવાલો આવે છે, જે પૂછવામાં આવે છે. તમારે આ પ્રશ્ર્ન મારા કરતા વધુ અધિકારીઓ અને સરકારને પૂછવો જોઈએ. હું એટલું જ કહીશ કે ભયનું વાતાવરણ ન હોવું જોઈએ અને સુખમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. જે આપણી સામે મોટી સમસ્યા છે. આજે મોંઘવારી ચરમસીમાએ છે, બેરોજગારી ચરમસીમાએ છે અને ખેડૂતને જે સવલતો મળવી જોઈએ અને જ્ઞાતિની વસ્તી ગણતરી થશે ત્યારે જ રામરાજ થઈ શકશે.
અખિલેશે કહ્યું કે જ્ઞાતિની વસ્તી ગણતરી થાય તો જ સૌનો સાથ સૌનો વિકાસ થઈ શકે અને તો જ ભાઈચારો આવશે અને ભેદભાવ ખતમ થશે. જાતિની વસ્તી ગણતરીથી ભેદભાવ ખતમ થશે અને સમાજવાદ આવશે. ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણા શહેરોને જે કચરાપેટી બનાવી દેવામાં આવ્યા છે તે માત્ર ભારતીય જનતા પાર્ટીનું કામ છે. તેમણે કહ્યું કે લખનૌ જુઓ, આગ્રા જુઓ, અહીં અન્ય મોટા શહેરો જુઓ, સ્માર્ટ સિટીના નામે અમને શહેરોમાં સુવિધાઓ પણ આપવામાં આવી નથી. લખનૌ શહેર પર લખનૌ શબ્દ લખવામાં પણ સમાજવાદીનો ફાળો છે.