સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગરમાં વઢવાણના મોટા મઢાદ ગામે ખનીજ ચોરીની ઘટના સામે આવી છે. ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો હતો. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને ૧ અબજ ૨૧ કરોડ ૬૮ લાખનો દંડ ફટકાર્યો હતો.
રાજ્યમાં ખનીજ ચોરીની ઘટના સામે આવતી રહે છે. આવી જે એક ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે. સુરેન્દ્રનગરમાં વઢવાણના મોટા મઢાદ ગામે ખનીજ ચોરીની ઘટના સામે આવી છે. ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો હતો. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને ૧ અબજ ૨૧ કરોડ ૬૮ લાખનો દંડ ફટકાર્યો હતો.
મોટા મઢાદ ગામે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરીને ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યુ હતું. ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરીને ખનીજ ચોરી કરતા હોવાથી ઘર અને દિવાલોમાં તિરાડ પડતી હોવાથી ગામલોકોએ તંત્રને રજૂઆત કરી હતી. ગામલોકોની રજૂઆત બાદ તંત્રએ માપણી કરીને દંડ ફટકાર્યો હતો.
આ અગાઉ અમરેલીમા મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં ૪ જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના ૧ ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી મળી હતી.