કડીમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢી નાખ્યુંપર પુરુષો સાથે સંબંધનો વહેમ રાખી માથું દીવાલ સાથે પછાડી હત્યા કરી

  • લાશને પાણીના હોજમા નાખી દીધી.

કડી,કડી પંથકમાં પતિએ પોતાની પત્નીની ગળું દબાવી લાશને પાણીના હોજમાં નાખી હત્યા નિપજાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કડી તાલુકાના કુંડાળ ગામે બનાસકાંઠા વિસ્તારમાં રહેતો પતિ પોતાની પત્ની ઉપર શક વહેમ રાખી શનિવારે વહેલી સવારે હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. મહિલાના ભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો અને પોલીસે કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના કુંડાળ વિસ્તારમાં આવેલ બનાસકાંઠામાં રહેતા કલ્પેશ રામી કે જેઓ પ્રાઇવેટ નોકરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓના લગ્ન આજથી ૧૧ વર્ષ પૂર્વે ભાભર તાલુકાના રોળિયા નગર ખાતે રહેતા ગણેશભાઈની દીકરી ગીતા સાથે સમાજના રિવાજ પ્રમાણે કર્યા હતા. જ્યાં પતિ પત્ની અને તેમની ત્રણેય દીકરીઓ કુંડાળ બનાસકાંઠા વિસ્તારમાં રહેતા હતા અને બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું.

કડી તાલુકાના કુંડાળ બનાસકાંઠા વિસ્તારમાં રહેતા કલ્પેશ રામી શુક્રવારે રાત્રે ઘરે આવીને જમી પરવારીને સુઈ ગયા હતા અને સવારે કલ્પેશની પત્ની ગીતા શનિવારે વહેલી સવારે ૪:૦૦ વાગે જાગીને કુદરતી હાજતે ગઈ હતી અને બહાર આવતાની સાથે જ તેનો પતિ કલ્પેશ રામી આવી પહોંચ્યો હતો. પાછળથી ગીતાને પકડીને દિવાલ સાથે તેનું પત્નીનું માથું ઠોકી અને માથું ફોડી નાખ્યું હતું અને નીચે પછાડીને ગળું દબાવી હત્યાં કરી નાખી હતી. તેમના મકાનમાં રહેલ પાણીના હોજમાં તેની લાશ નાખી કલ્પેશ ઘરની બહાર નીકળી નોકરી જતો રહ્યો હતો.

કડી તાલુકાના કુંડાળ ગામે આવેલા બનાસકાંઠા વિસ્તારમાં રહેતા કલ્પેશને વહેમ હતો કે, પોતાની પત્ની ગીતાને અન્ય પુરુષ સાથે આડાસંબંધ છે. તેવો વહેમ રાખી ગીતાબેનનું માથું દીવાલ સાથે ભટકાવી અને ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. લાશને ઘરના હોજમાં નાખી પતિ કલ્પેશ ઘરને લોક મારી જતો રહ્યો હતો. એજ સવારે ગીતાબેન દૂધ લેવા ના જતા દૂધ વેચનાર મહિલા દૂધ લઈને ગીતાબેનના ઘરે આવ્યા હતા અને પાણીનો હોજ ખુલ્લો અને હોજમાંથી સાડી બહાર દેખાતા મહિલા રાજીબેન એ બૂમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. હોજમાંથી લાશને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી અને સ્થાનિકોએ પતિ કલ્પેશ માળી અને પરિવારને જાણ કરી હતી.

પતિ કલ્પેશ માળી અને પરિવાર હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને કડી પોલીસને જાણ કરી હતી. કડી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ કરતા ગીતાબેનની લાશના શરીર પર નાની મોટી ઈજાઓના નિશાન દેખાતા પોલીસને હત્યા કરી હોવાની શંકા જતા લાશનું પી.એમ કરાવ્યું હતું. ગીતાબેનની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે પતિ કલ્પેશ માળીની તપાસ કરતા પૂછ પરછ કરતા પતિ કલ્પેશ ભાંગી પડ્યો હતો. પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યારા પતિ કલ્પેશ માળીની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.