ગોધરા,ગોધરામાં સંત નિરંકારી ભવન ખાતે બાબા ગુરબચનસિંહ મહારાજની યાદમાં માનવ એકતા દિવસ નિમિતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300કરતા વધુ રક્તદાતાઓએ રકતદાન કરતા કેમ્પને સફળતા મળી હતી.
ગોધરા ભુરાવાવ વિસ્તારમાં આવેલ સંત નિરંકારી ભવન ખાતે બાબા ગુરબચનસિંહ મહારાજની યાદમાં માનવ એકતા દિવસ પર્વના અવસર પર સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. 300 થી વધુ રક્તદાતા ઓએ ઉત્સાહપૂર્વક રકતદાન કરેલ હતું. તેમજ આ રક્તદાન શિબિરમાં પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેકટર એમ. ડી. ચુડાસમા તથા તેમના ધર્મપત્ની પણ હાજર રહીને આ રક્તદાન શિબિરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં દાહોદ ઝોનના ક્ષેત્રિય સંચાલક રાજેશભાઈ બચ્ચાંનીજી હાજર રહ્યા હતા. તેમને જણાવ્યું કે, બાબા ગુરબચન સિંહજીના જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લઈને આપણે માનવતાની સેવામાં મહત્વનું યોગદાન આપવાનું છે. તેમને જણાવ્યું કે, આ શિબિરમાં સેવાદારીઓ એ ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરી હતી. અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીએ આવેલ તમામ ધર્મપ્રેમીઓ, રક્તદાતાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.