દાહોદ,દાહોદ શહેરમાં આવેલ રેલ્વે ટ્રેન બી. કેબીન પાસે એક અજાણ્યા વ્યક્તિ ચાલુ ટ્રેનની ઝડપે આવી જતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ હતું. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ ઘટના થોડા દોડી ગઈ હતી.
દાહોદ શહેર માંથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ્વે માર્ગ બી. કેબીન પાસે આજરોજ ચાલુ ટ્રેક પર એક ટ્રેન પસાર થતાં તેની અડફેટે એક અજાણ્યા ઈસમ આવી જતા ઘટના સ્થળ પર તેમનું મોતની નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતા રેલવે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકના મૃતદેહને ને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે તેના વાલી વારસની શોધ પર પણ પોલીસે હાથ ધરી છે.