દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પોલીસે નાકાબંધી દરમિયાન ટવેરા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

  • પોલીસે એક ગુજકોફ તેમજ ફેસ ટેગરની મદદથી અન્ય ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો.

દાહોદ,દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પીપલોદ પોલીસે એક ટવેરા ગાડીમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પિપલોદ પોલીસે ઝડપાયેલા આરોપીનો ફોટો ફેસટ્રેગર એપ્લિકેશનમાં સર્ચ મારતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો ચાલક છ વર્ષ અગાઉ વિવિધ જિલ્લામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે જાણે બુટલેગરો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ નેશનલ હાઈવે પરથી બુટલેગરો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના રસ્તેથી વિદેશી દારૂનો જથ્થો ગોધરા વડોદરા સહિતના મહાનગરોમાં કટીંગ માટે લઈ જતા હોવાનું સામે પણ આવ્યું છે. જોકે, વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા દાહોદ જિલ્લા પોલીસ પણ સક્રિય બની છે.ત્યારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પીપલોદ નજીક ભથવાડા ટોલનાકા પરથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે. ત્યારે આજે પુન: એક વખત પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇએ વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ખાતેના રહેવાસી પાર્થ હર્ષદ ગોસ્વામી પોતાના કબજા હેઠળની Gj-06-LS-7377 નંબરની ટવેરા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં ભથવાડા ટોલનાકા પણ પીપલોદ પોલીસ મથકના પીએસઆઇ જી.બી.પરમાર દ્વારા નાકાબંધી કરી આવતા જતા તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા. એ સમયે ઉપરોક્ત ટવેરા ગાડી ત્યાંથી પસાર થતા નાકાબંધી દરમિયાન ઉભેલી પોલીસે ગાડીને રોકી ઉસકો અપના માધ્યમથી સર્ચ કરી ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 180 બોટલ મળી 30,472 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 1.50 લાખની ટવેરા ગાડી, 8000 કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી 1.80,472 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યોં હતો. તો પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા ખેપીયાનો ફોટો ફેસટેગરમાં સર્ચ મારતા આ ખેપીયો છ વર્ષ અગાઉ બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યુ હતું.