ગોધરા,
અયોધ્યામાં ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર ના નિર્માણ માટે નિધિ એકત્રીકરણના જન જાગરણ કાર્યક્રમમાં પ્રત્યેક હિન્દૂ પોતાનો આર્થિક સહયોગ આપે અને હિન્દુ સમાજના આર્થિક સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે માટે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન કાર્યક્રમ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયો હતો.
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિસંગ્રહ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ભગવાન શ્રી રામલલાની પાવન ભૂમિ પર ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે એક વ્યાપક જન સંપર્ક અભિયાન એવમ સહયોગ અભિયાન શ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ અભિયાનનો હેતુ શ્રી રામ જન્મ ભૂમિ ના ઐતિહાસિક મહત્વને જન માનસ સુધી પહોંચાડવાનો છે. આ અભિયાનના પ્રચાર પ્રસાર અને વ્યવસ્થાના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય રામશરણદાસજી(શાસ્ત્રીજી).
હાલોલ, કોઠારી બ્રહ્મજીવન સ્વામી બી.એ.પી.એસ,સ્વામિનારાયણ મંદિર, ગોધરા,મહંત પ્રેમદાસજી મહારાજ, કબીર મંદિર સાંકલી, સંત પ્રસાદ સ્વામીજી, ઇન્દ્રજીત મહારાજ, મહંત કલ્યાણદાસ ગુરૂ શિવાનંદ મહારાજ તેમજ અજયભાઈ વ્યાસ (દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી, વિહિપ) અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.