- ગેરકાયદેસર દબાણ તોડવા નગર પાલિકા અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયા.
- જમીનના માલિક દ્વારા પોતાની જમીનમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવા અંગે વર્ષ ૧૯૮૪માં કોર્ટમાં કર્યો હતો કેસ.
- ૩૬ વર્ષ બાદ જમીનના સાચા માલિકને હક્ક આપવા કોર્ટે કર્યો હુકમ.
- ગોધરાના એડિશનલ સિનિયર સિવિલ જજ દ્વારા કરાયો હુકમ.
- કોર્ટના હુકમને લઈને ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું દબાણ કરાયું દુર.
- કોર્ટના કર્મચારી, પોલીસ અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં નગર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીનના મૂળ માલિકને સોંપાયો કબજો.
ગોધરા,
ગોધરા ચાચર ચોક થી બસ સ્ટેશન જવાના માર્ગ ઉપર જૈન સોસાયટી સામે ર્ડાકટર વિલાના નામની ખાનગી માલિકીની મિલ્કત આગળ આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે કાનૂની લડત લડયા બાદ ૩૬ વર્ષ બાદ ગેરકાયદેસર દબાણો દુર કરવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ નગર પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યું.
ગોધરા શહેર જૈન સોસાયટી સામેની લાઈનમાં ર્ડાકટર વિલા નામની ખાનગી માલિકીની મિલ્કત આવેલ છે. આ ખાનગી માલિકીની મિલ્કતમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ર્ડા. મનરંજન એમ.વરીઆ છેલ્લા ૩૬ વર્ષથી કોર્ટમાં કાનૂની લડાઈ લડી રહ્યા હતા. આખરે ગોધરા સિવિલ કોર્ટ એ ગેરકાયદેસર દબાણ દુર કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. છેલ્લા ૩૬ વર્ષથી કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાના કોર્ટના આદેશ બાદ આજરોજ પોલસી બંદોબસ્ત સાથે નગર પાલિકાની ટીમ ર્ડાકટર વિલાની મિલ્કતમાં કરવામાં આવી પહોંચતા દબાણકર્તા દ્વારા સ્વૈચ્છા એ દબાણ દુર કરી લેવાની ખાત્રી આપી હતી. જેને લઈ પોલીસ અને નગર પાલિકાની ટીમ ખડેપવે ઉભી રહીને દબાણ હટાવવાની કામગીરી કરાવી હતી. વર્ષોથી ખાનગી માલિકની મિલ્કતમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તેવું દબાણ કોર્ટના હુકમ બાદ તોડવામાં આવતાં મોટી સંખ્યામાં લોક ટોળાઓ ઉમટી પડયા હતા. છેલ્લા ૩૬ વર્ષથી ચાલતી કાનૂની લડાઈ બાદ મિલ્કતમાંથી દબાણ દુર થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.