પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો,આઇએસઆઇ સાથે મળીને કાવતરું ઘડ્યું

  • શ્રીનગરમાં યોજાઈ રહેલી જી-૨૦ દેશોના પર્યટન પ્રતિનિધિઓના કાર્યકારી જૂથની બેઠકથી પાકિસ્તાન ચોંકી ગયું છે.

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરના પુંછમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે આ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહબાઝ શરીફ સરકારે પાકિસ્તાનમાં ચૂંટણી રોકવા માટે પૂંચમાં આતંકવાદી હુમલો કરાવ્યો છે. તેમની સરકારની સેના અને આઇએસઆઇ સાથે મળીને એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

બે દિવસ પહેલા પાકિસ્તાન સરકારે કોર્ટમાં કહ્યું હતું કે મે મહિનામાં ભારત તરફથી પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહેશે અને ઓક્ટોબરમાં સામાન્ય થઈ જશે. શ્રીનગરમાં યોજાઈ રહેલી જી-૨૦ દેશોના પર્યટન પ્રતિનિધિઓના કાર્યકારી જૂથની બેઠકથી પાકિસ્તાન ચોંકી ગયું છે. આ બેઠક ૨૨ થી ૨૪ મે દરમિયાન યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ ભારતમાં ૨૭ થી ૨૯ એપ્રિલ દરમિયાન એસસીઓ સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેશે.

જોકે, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો મે મહિનામાં ગોવામાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે. એસસીઓની બેઠકમાં ભાગ લેવાનો પાકિસ્તાનનો નિર્ણય આ ષડયંત્રનો એક ભાગ હોવાનું કહેવાય છે. પાકિસ્તાન આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કાશ્મીરને દુનિયાને અસ્થિર બતાવવા માંગે છે અને તે પહેલા આતંકવાદી હુમલા કરવાની યોજના પાકિસ્તાનની આ ડિઝાઇનનો એક ભાગ છે.

ગત દિવસે પૂંચમાં આતંકીઓએ આર્મીની ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૫ જવાન શહીદ થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ રાજૌરી અને પૂંચમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છુપાયેલા આતંકવાદીઓ પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ૪ આતંકવાદીઓ સામેલ હતા. બાટા-દોરિયામાં હુમલાના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. હુમલાની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ પહોંચી ગઈ છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ સ્થળ પર હાજર છે. આ હુમલાની જવાબદારી જૈશ સમથત આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે લીધી છે.