બેંગલુરુ,કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ પર હવે પરિવારવાદને લઈને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના પૂર્વ સીએમ બી એસ યેદિયુરપ્પાના પુત્ર સહિત લગભગ અડધા ડઝન જેટલા પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસે આ મુદ્દે ભાજપને ઘેરી છે.
કર્ણાટકમાં ટિકટોને લઈને ભાજપના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. પાર્ટીમાંથી ઘણા નેતા નારાજ છે. ઘણા મોટા નેતાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદયુરપ્પાના પુત્રને તેમની જ સીટની ટિકિટ આપવાની જાહેરાત આપવાની કરી હતી. આ ઉપરાંત પાર્ટીએ ધારાસભ્ય આનંદ સિંહ અને સિદ્ધાર્થ સિંહને વિજયનગર અને પૂર્વ ધારાસભ્ય ઉમેશ કટ્ટીના પુત્ર નિખિલ કટ્ટીને હુક્કેરી સીટથી ટિકિટ આપવામાં આવી છે.
કર્ણાટકમાં પૂર્વ ઘારાસભ્યના પુત્ર અશ્ર્વિની સંપાંગી, પૂર્વ મંત્રીના પુત્ર સોમનગૌડા પાટિલ, ગુબ્બીથી પૂર્વ ઘારાસભ્ય ચિક્કે ગૌડાના પૌત્ર એસ ડી દિલીપ કુમાર, હાલના ધારાસભ્ય ઈશ્ર્વર ખંડરેના પિતરાઈ ભાઈ પ્રકાશ ખંડરે, ધારાસભ્ય જીટી દેવગૌડાના જમાઈ રામચંદ્રને પણ ઉમેદવાર બનાવાયા છે. આ ઉપરાંત કોપ્પલના લોક્સભા સાંસદ કરાડી સંગન્નાની વહુ અને પૂર્વ મંત્રી અરવિંદ લિંબાવલીની પત્ની મંજુલા તેમજ વરિષ્ઠ નેતા કટ્ટા સુબ્રમણ્યમ નાયડૂના પુત્ર કટ્ટા જગદીશ પણ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા.