ભાજપ અને તેના નેતાઓ નૌંટકીબાજ છે : ઠાકરે જૂથનો ટિકાત્મક લેખ

મુંબઇ,ઠાકરે જૂથના વિધાનસભ્ય નિતીન દેશમુખે અકોલાના પાણીના પ્રશ્ર્નને લઇને પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા નાગપૂર પહોંચતા નિતીન દેશમુખની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે વિરોધીઓએ તિવ્ર આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં નિતીન દેશમુખે પણ તે બદ્દલ ટિકા કરી હતી. આ મુદ્દે રાજકરાણ ગરમાયું છે ત્યાં ઠાકરે જૂથ દ્વારા રાજ્યના ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાનો સાધવામાં આવ્યો છે. સામનાના અગ્રલેખમાં ઠાકરે જૂથ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ પર ઉગ્ર ટિકા કરતાં લખવામાં આવ્યું છે કે ભાજપ અને તેના નેતા નૌટકીબાજ છે.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે , ભાજપ અને તેના નેતાઓ એક નંબરના નૌંટકીબાજ છે. ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાનો એક ફોટો પોતે જ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. ટેબલ પર ફાઇલોનો ઢગલો હતો અને મિશન નો પેન્ડીંગ્સની ટેગ લાઇન સાથે દેવેન્દ્ર મહોદય ફાઇલ ક્લીઅર કરતાં દેખાય છે. ખરેખરના કામનો ડુંગરતો મંત્રાલયમાં જમા થયો છે. અને દેવેન્દ્ર એ ડુંગર પર આક્રમણ કરી રહ્યાં છે એ વાત સાચી છે પણ એ ફાઇલ ખરેખર કોની છે? રોજગારી, પાણી, ખેડૂતો આ ફાઇલ એમની છે કે? આવો પ્રશ્ર્ન ઠાકરે જૂથ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે.

વધુમાં આ લેખમાં લખવામાં આવ્યું છે કે, ફડણવીસ અકોલાના પાલકપ્રધાન છે. પણ અકોલાના લોકો એક એક ટીપું પાણી માટે તરસી રહ્યાં છે. ખારું પાણી જે વિષારી છે એ પીને દિવસો વિતાવી રહ્યાં છે. આ પાણીને કારણે ઘણા લોકો બિમારીનો શિકાર બન્યા છે. છતાં પાલકપ્રધાન ફડણવીસ ફાઇલનો ઢગલો ઊભો કરી સહી કરતો પોતાનો ફોટો પડાવી રહ્યાં છે. અરે દેવેન્દ્ર મહાશય બાકી બધુ તો છોડી દો પણ એ ફાઇલના ઢગલામાં અકોલાના પાણીના પ્રશ્ર્નની ફાઇલ છે કે નહી એનો માત્ર જવાબ આપો. ત્યારે હવે ફરી એકવાર મહારાષ્ટ્રમાં સોશિયલ મીડિયા યુદ્ધ શરુ થઇ ગયું છે.