શંકરસિંહ વાઘેલા 100 સમર્થકો સાથે કિસાન આંદોલનમાં જોડાશે

ભારત સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના 100 જેટલા સમર્થકો સાથે 26મી ડિસેમ્બરે સવારે દિલ્હી કૂચ કરશે.

ગાંધીનગર વસંત વગડો ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સો જેટલા નાગરિકો સાથે હું 26મી ડિસેમ્બરે 11:00 ગાંધી આશ્રમ ની મુલાકાત કરીને સુભાષ બ્રિજ થી ચલો દિલ્હી ના નારા સાથે દિલ્હી તરફ કૂચ કરી જો કે મારા આ કાર્યક્રમ માટે દિલ્હી ના વહીવટી તંત્ર તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરતો પત્ર લખ્યો છે જોકે મને દિલ્હી કૂચની પરમિશન નહીં મળે તો હું ધરપકડ પણ વહોરીશ તેવી સ્પષ્ટતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી ખેડૂત અધિકાર યાત્રા અંગે વધુ વિગતો માટે તેમણે જણાવ્યું હતું કે મારા આ કાર્યક્રમની અંદર કોવિડ 19 ના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે ખાતરી પણ આપી છે અને રોડ માર્ગે હું મારા સમર્થકો સાથે દિલ્હી કૂચ કરી જ્યાં હું એકલો ઉપવાસ ઉપર બેસી શકે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કોવિડ 19 ના કાયદાનું પાલન ભાજપ સરકાર કરતી નથી ભૂતકાળમાં ભાજપે કિસાન સંઘના નામે ઘણા તોફાનો કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને આકરા પ્રહારો કર્યા હતા.