થાઈલેન્ડમાં અનુપમ ખેરે જોઈ શિવ-પાર્વતીની મૂર્તિ:વીડિયો શેર કર્યો અને કહ્યુંકે, ’મિત્રો, આ ભારતની મહાનતા છે

મુંબઇ,બોલિવૂડ એક્ટર અનુપમ ખેર આ દિવસોમાં થાઈલેન્ડની મુલાકાતે છે. આ દરમિયાન અભિનેતાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે થાઈલેન્ડના હાઈવે પર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ જોઈને આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતાં. વીડિયોમાં અનુપમ ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિશે વાત કરતા જોવા મળ્યા હતાં.

આ વીડિયોમાં અનુપમ રોડની બાજુમાં જોવા મળે છે. વીડિયોમાં અભિનેતા કહે છે, ’મિત્રો, ચાલો હું તમને જણાવું કે ભારતના દેવી-દેવતાઓની ગરિમા કેટલી મહત્ત્વપૂર્ણ છે. હું થાઇલેન્ડમાં હાઇવે પર છું, જે બેંગકોકથી ૩-૪ કલાકના અંતરે છે. મેં અહીં શું જોયું તે જુઓ. આ મૂર્તિ ભગવાન શિવ, ગણેશ અને પાર્વતીની છે. જય શિવ શંભુ. આ ભારતની મહાનતા છે, આ આપણા દેવી-દેવતાઓની હાજરી છે, જેઓ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વને તેમના વરદાન અને આશીર્વાદ આપે છે. જય શિવ શંભુ.

વીડિયો શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, ’થાઈલેન્ડના વ્યસ્ત નેશનલ હાઈવે પર શિવજી મહારાજ, પાર્વતીજી અને ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ જોવી ખૂબ જ અદ્ભુત લાગણી હતી. ભગવાનના આશીર્વાદ સર્વત્ર છે. કેટલીકવાર તમે તેમને તમારી આંખોથી જોઈ શક્તા નથી. જય ભોલે નાથ. ભગવાન શિવની આરાધના.’ સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.