બિગ બોસના ઘરમાં બોડી શેમિંગનો શિકાર થઈ હતી શહેનાઝ ગિલ, ફિલ્મની રિલીઝ પહેલાં અભિનેત્રીએ કર્યો ખુલાસો

મુંબઇ,બિગ બોસ ૧૩ ફેમ શહેનાઝ ગિલ બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ લ્લક્સિી કા ભાઈ ક્સિી કી જાનલ્લ થી બૉલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ભાઈજાનની આ ફિલ્મ ઈદના અવસર પર ૨૧ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સાઉથની દિગ્ગજ અભિનેત્રી પૂજા હેગડે પણ પહેલીવાર સલમાન સાથે સ્ક્રીન શૅર કરવા જઈ રહી છે.

દરમિયાન શહનાઝે સલમાન અને બિગ બોસના દિવસો વિશેની વાતો શૅર કરી હતી. જ્યારે લ્લદબંગ ખાનલ્લ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, “સલમાન ઘણીવાર તેને પ્રેરિત કરે છે, તેણે હંમેશા તેને કહ્યું છે કે તમારામાં ઘણી ક્ષમતા છે, જો તમે તમારી જાત પર કામ કરો તો તમે ઘણું કરી શકો છો.”

તે જ સમયે, ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે બિગ બોસના ઘરમાં બોડી-શેમિંગનો શિકાર બની હતી. જો કે, તેણે તમામ પ્રતિક્રિયાઓને ખૂબ જ હકારાત્મક રીતે લીધી અને પોતાની જાત પર કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફરહાદ સામજીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ ઈદના અવસર પર આજથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પૂજા હેગડે, વેંકટેશ, જગપતિ બાબુ, શહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ અને અન્ય ઘણા મુખ્ય કલાકારો છે. આ દરમિયાન, શહનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે તે નકલી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો પણ ઉપયોગ કરે છે.

આ વાયરલ વીડિયોમાં શહેનાઝ ગિલ તેની કારની આગળની સીટ પર બેઠી છે. શહેનાઝ કારમાં બેસીને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સલમાન ખાન સાથે ફોટા અપલોડ કરતી જોવા મળે છે, જેવી તે ઈન્સ્ટાગ્રામ પર જાય છે કે ત્યાં બે આઈડી દેખાય છે. ત્યારબાદ શહનાઝ તેની પ્રોફાઈલ પર ક્લિક કરે છે. લોકો જુએ છે કે તે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પણ ઉપયોગ કરે છે. આ વીડિયો પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો.

શહેનાઝ ગિલને નકલી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો ઉપયોગ કરતી જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “દીદીનું ફેક એકાઉન્ટ પકડાઈ ગયું.” અન્ય યુઝરે લખ્યું કે, “ફેક એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે!” કેટલાક લોકોએ એ વાત પર નારાજગી પણ વ્યક્ત કરી છે કે, “પાપારાઝીએ આ રીતે કોઈના ફોનમાં ડોકિયું ન કરવું જોઈએ અને વીડિયો ન શૂટ કરવો જોઈએ.”