ઝાલોદ નગરમાં વિશ્ર્વકર્મા મંદીર ખાતે અમાવાસ્યા નિમિત્તે બાલ આરતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું

ઝાલોદ,અમાવાસ્યા નિમિતે પંચાલ સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભજન સંધ્યા તેમજ બાળકોને ધર્મ અને સમાજ પ્રત્યે જાગૃત કરવા બાલ આરતી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

ઝાલોદ નગરમાં વિશ્ર્વકર્મા મંદીર ખાતે તારીખ 20-04-2023 ગુરૂવારના રોજ અમાવાસ્યા નિમિત્તે પંચાલ સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા સાંજે પાંચ વાગ્યે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું અને ત્યાર બાદ સાંજે 7:30 કલાકે બાળ આરતી ઉત્સવ હેઠળ પંચાલ સમાજના બાળકો દ્વારા વિશ્ર્વકર્મા ભગવાનની આરતી કરવામાં આવેલ હતી.

બાળ આરતી ઉત્સવમાં પંચાલ સમાજના પાંચ વર્ષ થી પંદર વર્ષ સુધીના બાળકો માટે વિશ્ર્વકર્મા ભગવાનની અમાવાસ્યાની આરતી કરવાનો મોકો બાળકોને આપવામાં આવેલ હતું. જેથી બાળકો સમાજ તેમજ ધર્મ પ્રત્યે સજાગ બને તેમજ બાળકોમાં ધાર્મિક વાતાવરણનું સર્જન થાય તે હેતુથી બાળકો માટે પહેલી વાર બાળ આરતી ઉત્સવ ઉજવવામાં આવેલ હતું.