ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે

ઝાલોદ,ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામા 2023-24 ના વર્ષ માટે ત્રણ જગ્યાઓ ખાલી પડેલ હતી. આ ત્રણ જગ્યાઓ માટે અગ્યાર જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ હતું. ફોર્મ ચકાસણી દરમ્યાન બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા અને ત્યાર બાદ ત્રણ ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચવામાં આવેલ હતું. આથી હવે છ ઉમેદવારો વચ્ચે ત્રણ શીટ માટે સીધો ચૂંટણી જંગ જામનાર છે. કેળવણી મંડળમાં ઉભા રહેલ છ ઉમેદવારો (1) નરેન્દ્રકુમાર ગેંદાલાલ જૈન (2) મનોજકુમાર પ્રભુદાસ પટેલ (3) મુકેશકુમાર બનવારીલાલ અગ્રવાલ (4) રીકેશકુમાર દામોદરદાસ પટેલ (5) રોહિતકુમાર ભાઈલાભાઈ પટેલ (6) શૈલેન્દ્રસિંહ લાલસિંહ સિસોદિયા વચ્ચે તારીખ 21-05-2023 રવિવારના રોજ બી.એમ.હાઈસ્કૂલ ખાતે સવારે 8 થી 12 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે.