ગોધરા સબ જેલમાં પોલીસ તપાસમાં 9 મોબાઈલ ફોન ઝડપાતા જેલ સુરક્ષાના સવાલો ઉભા થયા

ગોધરા,ગોધરા સબ જેલ માંથી કેદીઓએ “શુટ આઉટ એટ વડાલા” ફિલ્મના વિડીયો વાયરલ થતાં પોલીસ એકશન માંડમાં આવીને જેલમાં એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસે ચેકીંગ હાથ ધરી હતી અને જેલ માંથી 9 મોબાઈલ ફોન ઝડપ્યા હતા. સબ જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં જેલની સુરક્ષાને સવાલો ઉભા થયા છે.

ગોધરા સબ જેલમાં રહેલા કેદીઓ પૈકી કોઈ કેદી દ્વારા ” શુટ આઉટ એટ વડાલા ” ફિલ્મનો ડાયલોગ સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો. સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. એલ.સી.બી.અને એસ.ઓ.જી. પોલીસ, પેરોલ ફલો તેમજ સબ જેલ ઝડતી ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે બસ જેલમાં તપાઇ હાથ ધરી હતી. જેલના અલગ-અલગ બેરેકમાં ઝડતી દરમિયાન 9 જેટલા મોબાઈલ ફોન મળ્યા હતા. આ બાબતે જેલર દ્વારા 3 જેટલા કાચા કામના કેદીઓ વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી. પોલીસની ઝડતી દરમિયાન બેરેક-6માંં રહેતા કાચા કામના કેદી ઈશાક બિલાલ બદામ ઝડતી કામગીરીથી ઉશ્કેરાઈ ગયા હતા. મોબાઈલ ફોન જમીન ઉપર પછાડીને તોડી નાખ્યો હતો. અન્ય કેદી ખાલીદ બિરાદર સફી ઝભા પાસે લાવા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સબ જેલ માંથી 9 મોબાઈલ ફોન મળી આવતાં પકડાયેલા મોબાઈલ ફોન સહિતની ચીજ વસ્તુઓ એફ.એસ.એલ.માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસ દ્વારા હવે સબ જેલમાં મોબાઈલ કેવી રીતે ધુસાડવામાં આવે છે. તેની તપાસ પોલીસે હાથ ધરી છે.