પાણીની પારાયણ : રૂપાખેડા ગામે નળ સે જળની અધૂરી કામગીરીના કારણે ગ્રામજનો પાણી માટે વલખાં

  • બે વર્ષ થી ‘નળ સે જળ’ની કામગીરી અધૂરી : ક્યારે થશે, પુરીને ક્યારે મળશે, શુદ્ધ પીવાનું પાણી.

દાહોદ,રૂપાખેડા ગામે છેલ્લા બે વર્ષ થી અધૂરી નળ સે જળ યોજનાના કારણે ગ્રાજાનોને ભાર ઉનાળે પાણી માટે રઝળપાટ કરવું પડી રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતા જ રૂપાખેડા ગામના લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વહારો આવ્યો છે. જયારે કે ગત વર્ષે ઉનાળા માં પાણી કટોકટી સર્જાવાના સમાચાર વાયુવેગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં પ્રસારિત થયા હતા અને જે મુદ્દો વિધાનસભામાં ગરબાડા ધારાસભ્ય દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. જ્યાર બાદ તંત્ર જાગ્યુ હતું અને યુદ્ધના ધોરણે પાઈપલાઈન નાખી પાણી શરૂ કરવા આવ્યું હતું. જે થોડા સમય સુધી ગ્રામજનોને પાણી મળ્યું હતું અને થોડા સમય નળ સે જળ યોજનાની અધૂરી કમગીરીના કારણે ઠપ થઈ ગઈ હતી. જેને લઇ રૂપાખેડા ના વાળી ફળીયામાં વસતા લોકો ને પારાવાર પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ઉનાળામાં પાણી ની જરૂરિયાત વધુ પડતી હોવાના કારણે ગામ ની મહિલા ઓ અને બાળકો બે કિલોમીટર સુધી કુવા માંથી પાણી ભરવા જવા માટે મજબુર બન્યા છે. ત્યારે ગ્રામપંચાયત દ્વારા પણ કોઈ પણ જાત ની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નથી આવી. જેને લઇ ગામ લોકોને હાઈવે ઓળંગી ને પાણી ભાવ જવું પડી રહ્યું છે. જેમાં પણ આખા ગામની મહિલાઓ એક જગ્યાએ થી પાણી ભરવુ પડતું હોવા થી લાંબી કતારો માં ઊભા રહેવું પડતું હોય છે. ત્યારે તંત્ર દ્વારા નળ સે જળની કામગીરી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી પાણી પૂરૂં પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જયારે ગામમાં કુવા, તળાવ તેમજ હવાડામાં પણ પાણી ખાલી ખમ હોવા થી મૂંગા પશુઓ નિસાસા નાખી પરત ફરવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી તંગી સર્જાતી હોય છે. જેથી મહિલાઓને કિલોમીટર દૂર સુધી પાણી માટે વલખાં મારવાં પડતા હોય છે. ત્યારે રૂપાખેડા ગામે આંખ આડા કાન કરી રહેલા તંત્ર દ્વારા ક્યારે પાણી પૂરૂં પાડવામાં આવે તે તો આવનાર સમય જ બતાવશે.

Box

રૂપાખેડા ગામે પાણીની તંગીના કારણે રૂપિયા ખર્ચી પાણીનું ટેન્કર નાખવું પડે અને જે પણ બે દિવસ ચાલે છે. ત્યારે અમારી પાસે હાલ રોજગારી પણ નથી. તો અમારે પાણીના રૂપિયા ક્યાંથી લાવવા તે પણ એક સમસ્યા છે.:- “પ્રવીણભાઈ વાદી ”

Box

રૂપાખેડાના વાદી ફળીયા માં નળ સે જળ યોજનાની પાઈપલાઈન તો નખવામાં આવી પરંતુ પાણી આપવામાં આવતું નથી. જો નળ સે જળ યોજનાનું પાણી અમને મળે તો અમારી સમસ્યા નું હલ થાય.:-“પુનાભાઈ વાદી ”

Box

સવાર સાંજદોઢ થી બે કિલોમીટર અમારે પાણી ભરવા માટે જવું પડે છે, જેથી અમારે આખો દિવસ પાણી ભરવા માં વીતી જય છે અને જેના લીધે અમે કામધંધો પણ કરી સકતા નથી. જેથી પાણી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. :-“લલીતાબેન વાદી”