હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને 100 એલ.પી.સી.ડી. લેખે કાર્યરત કરવામાં આવી

મહીસાગર,મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાનાં 71 ગામોને પાણી પહોચાડતી હિન્દોલીયા જૂથ પાણી પુરવઠા યોજનાને તા:29/03/2023 નાં રોજ અધ્યક્ષ, ગુ.પા.પુ. અને ગ.વ્યવસ્થા બોર્ડ,ગાંધીનગર દ્વારા યોજેલ સમીક્ષા બેઠકમાં આપેલ સુચના અનુસાર પાણી પુરવઠા બોર્ડ, મહિસાગર દ્વારા હવેથી પાણીના જથ્થાને 60 એલ.પી.સી.ડી થી વધારી 100 એલ.પી.સી.ડી.લેખે તેમજ એકાંતરાનાં સ્થાને રોજે-રોજ 44 ગામોમાં અને 27 ગામોમાં માંગણી અનુસાર પીવાનું શુદ્ધ પાણી આપવાનું શરૂ કરેલ છે. જેનાથી ગ્રામજનોની સુખાકારીમાં વૃધ્ધી થનાર છે.

ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની તકલીફ અંગે પાણી પુરવઠા બોર્ડની ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.1916″ ઉપર સંપર્ક કરવા વિનંતી છે. તેમ કાર્યલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, લુણાવાડા મહીસાગરની અખબાર યાદીમાં જણાવાયુ છે.