- ધોધંંબાની ત્રણ પંચાયતમાં મનરેગા યોજનામાં ડબલ આઈડીવાળા જોબકાર્ડ ઉપર 100 દિવસ ઉપરાંત રોજગારીનું ચુકવણું કરાયું.
ધોધંબા,ધોધંબા તાલુકાના પાલ્લા, જોરાપુરા (વાંગરવા) અને માલુ ગ્રામ પંચાયતોમાં મનરેગાના કામોમાં વર્ષ 2008 થી 2014 સુધી એક કુટુંબના એક કરતા વધારે વ્યકિતઓના જોબકાર્ડ બનાવી લાખો રૂપીયાનું ચુકવણું કરી સરકારી નાણાંનો દુરઉપયોગ અને સરકારને આર્થિક નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવાના 2021માં જીલ્લા વિકાસ અધિકારીના ટીડીઓને હુકમ બાદ દોઢ વર્ષ એ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.
ધોધંબા તાલુકાના પાલ્લા, જોરાપુરા(વાંગરવા) અને માલુ ગ્રામ પંચાયતો દ્વારા વર્ષ 2008 થી 2014 સુધીના સમયગાળા દરમિયાન પંચાયત વિસ્તારમાં થતાં મનરેગા અંતર્ગતના કામોમાં ભ્રષ્ટાચાર કૌભાંંડ આચરવા આવી હોય અને મનરેગા કામોમાં ડલબ આઈડીવાળા જોબકાર્ડથી 100 દિવસથગી વધુ રોજગારી ચુકવ્યાની તપાસ ડી.આર.ડી.એ.ની ટીમ દ્વારા કરી હતી. ધોધંબાની 3 ગ્રામ પંચાયતમાં મનરેગાના કામોની તપાસમાં 100 દિવસ કરતાં જોબકાર્ડ ઉપર રોજગારી આવી છેતરપિંડી કરી સરકારી તિજોરીને નુકશાન કર્યાની સામે આવ્યું હતું. ધોધંબા તાલુકાના જોરાપુરા (વાંગરવા)માં ડબલ આઈડીવાળા 721 જોબકાર્ડ પર રૂા.28,84,598/- થી વધુ રકમનું ચુકવણું કરવામાં આવ્યું. માલુ પંચાયત 778 જોબકાર્ડ થી રૂા. 38,26,645/-થી વધુ નાણાં ચુકવી દેવામાં આવ્યા હતા. જ્યારે પાલ્લા પંચાયતમાં જોબકાર્ડ ઉપર 100 કરતાં વધુ દિવસ રોજગારી આપી સરકારના નાણાં નુકશાન કર્યાનું તપાસમાંં સામે આવ્યું હતું. જોબકાર્ડ દ્વારા એક જ કુટુંબના લાભાર્થીઓને 100 દિવસ કરતાં વધારે દિવસ રોજગારી આપી આચરવામાં આવેલ કૌભાંડમાં ધોધંબા તાલુકા પંચાયતના તત્કાલીન ટીડીઓ, તલાટી, સરપંચ, ગ્રામ સેવક, જીઆરએચ સહિતને જવાબદાર ઠેરવી તેઓની સામે પોલીસ ફરિયાદ કરવા માટે નવેમ્બર 2021માં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ધોધંબા તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ 2021 થી અત્યાર સુધી ધોધંબા તાલુકા પંચાયતમાં ત્રણ ટીડીઓને 10 જેટલી નોટીસ ડીડીઓ દ્વારા આપવા છતાં મનરેગા જોબકાર્ડ કૌભાંડમાં ફરિયાદ નોંધાવી ન હતી. ત્યારે હાલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ધોધંબા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોના મનરેગા ડબલ આઈડીવાળા જોબકાર્ડ ઉપર 100 દિવસ કરતાં વધારો રોજગારી આપી આચરવામાં આવેલ નાણાંકીય કૌભાંડમાં આખરે ધોધંબા ટીડીઓ દ્વારા દામાવાવ પોલીસ મથકમાં સરકારી કર્મચારીઓ અને તત્કાીન સરપંચો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે. જેને લઈ ધોધંબા તાલુકામાં જે ગ્રામ પંચાયતો દ્વારા મનરેગા જોબકાર્ડમાં કૌભાંડ આચર્યું હોય તેવા કૌભાંડીઓમાં ફફડાટ અને રેલો તેમના સુધી ન પહોંચે તેની ચિંતા સતાવી રહી છે.
બોકસ:
ધોધંબા તાલુકાના જોરાપુરા (વાંગરવા) પાલ્લા અને માલુ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામોમાં એક જ કુટુંબના એક થી વધુ જોબકાર્ડ બનાવી 100 દિવસ કરતાં વધુ રોજગારીના નાણાં ચુકવીને કૌભાંડ આચરવાનું તપાસમાં સામે આવતાં 2021માં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ધોધંબા ડીડીઓને નોટીસ આપી પોલીસ ફરિયાદનો હુકમ કર્યો હતો પરંતુ 2021 થી અત્યાર સુધી ધોધંબાના ત્રણ ટીડીઓને 10 જેટલી નોટીસ છતાં ફરિયાદ નોંધાવામાં ગલ્લાતલ્લા થતાં હોય આખરે હાલના ટીડીઓને મનરેગા કૌભાંડમાં ફરિયાદ નોંધાવાની 3 નોટીસ મળતાં ટીડીઓ દ્વારા દામાવાવ પોલીસ મથકે જવાબદારો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.