બાલાસિનોરના જેઠોલી વાસ્મો યોજનામાં ગેરરિતીની શંકા

બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે બે વર્ષ અગાઉ થયેલા વાસ્મોના કામોમાં ગેરરિતી કરાયાની શંકા સેવાઈ રહી છે.

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા લવારીયા ખાતે બે વર્ષ અગાઉ વાસ્મો દ્વારા પાણીનો બોર તેમજ પાવર સપ્લાય ઓપરેટિંગ માટે રૂમ બનાવવામાં માટે કામ કાજ ચાલુ કરવામાં આવ્યુ હતુ. જેમાં રીંગ બોર થઈ ગયો હતો. પરંતુ પાવર સપ્લાય રૂમ આજદિન સુધી બનેલ નથી. જેનુ બિલ આજથી દોઢ વર્ષ અગાઉ ઉપાડી લીધુ હોય તેવુ સુત્રો જણાવી રહ્યા છે. જયારે તાલુકાના અન્ય પરા વિસ્તાર કેવડિયામાં નિશાળ ફળિયામાં જલ સે નલ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિકોને 600 ફુટ પાઈપ આપી જાતે કરી લેજો તેમ કહી બિલ ઉપાડી લીધુ હોવાનુ સ્થાનિક જણાવી રહ્યા છે. કેવડીયાના અજીતસિંહે જણાવ્યુ હતુ કે, આજથી દોઢ વર્ષ અગાઉ જલ સે નલ યોજના અંતર્ગત અમારા ફળિયામાં પાઈપલાઈનની 800 ફુટની જરૂરી હતી. જેમાં 600 ફુટ જેટલી પાઈપલાઈન કોન્ટ્રાકટર આપી ગયા હતા. અને કહ્યુ હતુ કે, તમારી જાતે કનેકશન કરી લેજો સમગ્ર બાબતે જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ સમગ્ર તાલુકામાં બે વર્ષ અગાઉ થયેલ વાસ્મોના કામોમાં ઉચ્ચકક્ષાએ તપાસ હાથ ધરાય તેવી માંગ છે.