સીબીઆઇ કેસમાં સિસોદિયાની ટ્રાયલ કોર્ટમાંથી અરજી ફગાવી દેવામાં આવી છે; ઈડી કેસમાં ૨૬ એપ્રિલે ચુકાદો

નવીદિલ્હી,મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ નીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ દિનેશ શર્માએ આ અંગે સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ સુનાવણી માટે ૨૦ એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.રાઉઝ એવન્યુ કોટે દિલ્હી સ્થિત વેપારી અમનદીપ સિંહ ઢલને એક્સાઈઝ પોલિસી કેસમાં ૨૧ એપ્રિલ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા છે. ઢલની મંગળવારે તિહાર જેલમાંથી સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બ્રિન્ડકો સેલ્સના ડાયરેક્ટર ઢલને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી.

૧૮ એપ્રિલે મનીષ સિસોદિયા વિરુદ્ધ ઈડી કેસમાં જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે કોર્ટ ૨૬ એપ્રિલે સાંજે ૪ વાગે ચુકાદો આપશે. આ પહેલા ૨૪ એપ્રિલે દિલ્હી કોર્ટમાં ED ની પૂરક ચાર્જશીટ પર પણ ચર્ચા થશે. ED કેસમાં મનીષ સિસોદિયાની જામીનની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં થઈ ચૂકી છે. દરમિયાન, સુનાવણી ૧૮ એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી.

ઈડીએ ૧૭ એપ્રિલે કોર્ટને કહ્યું હતું કે તે એપ્રિલના અંત સુધીમાં મનીષ સિસોદિયા, અમનદીપ સિંહ ઢલ અને અરુણ રામચંદ્ર પિલ્લઈ સામે આગામી ચાર્જશીટ પણ દાખલ કરશે. ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. ૧૭ એપ્રિલે સ્પેશિયલ જજ એમકે નાગપાલે સિસોદિયાને ૨૭ એપ્રિલ સુધી ED અને ૨૯ એપ્રિલ સુધી CBI કસ્ટડી મંજૂર કરી હતી. નોંધપાત્ર રીતે, ED દારૂ નીતિ કેસમાં મની લોન્ડરિંગ અને સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓ અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ઢલને પણ ૨૯ એપ્રિલ સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધા છે.

૩૧ માર્ચે,સીબીઆઇના દારૂ નીતિ કૌભાંડ કેસમાં, દિલ્હી કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.૫ એપ્રિલે, મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફરી એકવાર સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી હતી. જેમાં સ્પેશિયલ જજ એમ કે નાગપાલે ૧૨ એપ્રિલની તારીખ નક્કી કરી હતી.

૫ એપ્રિલે જ મનીષ સિસોદિયાએ સીબીઆઈના દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

૬ એપ્રિલે જામીન અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ શર્માએ CBI નો જવાબ માંગ્યો હતો. આ અંગે આજે સુનાવણી થવાની છે.

૧૮ એપ્રિલે, રાઉઝ એવન્યુ કોર્ટે ED કેસમાં જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે ૨૬ એપ્રિલે સાંજે ૪ વાગ્યે સંભળાવવામાં આવશે. દિલ્હી સીબીઆઈએ રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ નીતિ કેસમાં લગભગ સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેઓ રવિવારે સવારે ૧૧.૧૦ વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલ રાત્રે ૮.૩૦ વાગ્યે એજન્સી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. પૂછપરછ પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે એજન્સીએ ૫૬ પ્રશ્ર્નો પૂછ્યા, મેં તે બધાના જવાબ આપ્યા હતા.