મહારાષ્ટ્રનાં માજલ ગામમાં વિવાદિત બેનર અતીક-અશરફને શહીદ દર્શાવ્યા

મુંબઇ,માજલ ગાંવ : માફીયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ૧૫ એપ્રીલે પ્રયાગરાજમાં ત્રણ બદમાશોએ કરેલી હત્યાને કેટલાક લોકો સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરે છે. તે કડીમાં મહારાષ્ટ્રનાં માજલગાંવમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતાં કે જેમાં તે બંનેને શહીદ તરીકે જણાવવામાં આવ્યા હતા. આથી લોકો સડક ઉપર ઉતરી પડયા હતા અને કેટલાયે પોસ્ટરો તોડી ફાડીને બાળી નાખ્યા હતા.

કેટલાકે તે અંગે પોલીસને ફરિયાદ પણ કરી હતી. તો બીજી તરફ કેટલાક લોકોએ રમખાણો શરૂ કરી દીધાં હતાં. પરિણામે પોલીસે બજરંગદળ અને વિશ્ર્વ હીન્દુ પરીષદના બે કાર્યકરોની પણ અટકાયત કરી હતી.

તે સર્વવિદિત છે કે અતીક અહમદ વિરૂધ ઉત્તર પ્રદેશમાં ૧૦૦થી વધુ અપરાધિક મામલા નોંધાયા હતા. તેની અને તેના ભાઈ અશરફની ૧૫ એપ્રિલના દીવસે પ્રયાગ રાજમાં આશરે રાત્રે સાડાદસ વાગે ૩ બદમાશોએ ગોળી મારી હત્યા કરી હતી. વાસ્તવમાં તે એક ગુનાઇત (અપરાધી) કૃત્ય હતું. તેને હવે કોમી સ્વરૂપ આપવાની કેટલાકની સાજીશ ચાલી રહી છે.