મુંબઈ,નવી મુંબઈમાં ગયા સપ્તાહે યોજાયેલા ભૂષણ પુરષ્કાર સમારોહમાં કથિત લુને કારણે ૧૪ જણે જીવ ગુમાવ્યા હતા અને હવે તેમના પોસ્ટ રિપોર્ટ (પી એમ) ચોંકાવનારા આવ્યા છે. ગયા રવિવારે નવી મુંબઈમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરષ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના કાર્યક્રમમાં લગભગ ૨૦ લાખ લોકો એકઠા થયા હતા અને ભારે ગરમી અને લૂને કારણે હજારો લોકોને ગરમી સંબધિત સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જયારે અમુકની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અહીંના કાર્યક્રમમાં ૧૪ જણનાં મોત થયા હતા, જે અંતર્ગત તાજેતરમાં તેમના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ઉપલબ્ધ થયાં છે, જેમાં મોટા ભાગના લોકો અનેક બીમારીથી પીડાતા હતા. એટલું જ નહિ મોટા ભાગના લોકોએ સવારથી લઈને બપોર સુધી કંઈ ખાધું નહતું. એટલે ખાલી પેટે ગરમીની હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. મૃતકનાં પી એમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તમામ મૃતક ખાલી પેટ હતા, જ્યારે તેમને છથી સાત કલાક સુધી કશું જ જમ્યા નહોતા.
આ મુદ્દે ડોક્ટરોએ કહ્યું હતુ કે મોટા ભાગના લોકો ગરમી અને તડકાના સંપર્કમાં વધારે રહેતા તેમના બોડીમાં ક્યાંય પાણીનું પ્રમાણ જણાયું નહોતું. મોટા ભાગના લોકો એક કરતાં વધારે બીમારીથી પીડાતા હતા, જ્યારે એ દિવસના ૪૦ ડિગ્રી તાપમાન હોવાથી લોકોને વધારે ગરમીના સંપર્કમાં આવ્યા હતા. આ મુદ્દે ડોક્ટરે કહ્યું હતું કે મૃતકમાંથી એક હાર્ટનો દર્દી હતો, જ્યારે અમુક ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય પ્રકારની બીમારી પણ અમુક લોકોમાં જોવા મળી હતી. જોકે આ બધા રોગના દર્દીઓને સમય સમયે થોડું થોડું ખાવાનું ખાતા રહેવાનું હિતાવહ રહે છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું.
નવી મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં ગરમી, હીટવેવ સંબંધિત લૂની સમસ્યાને કારણે ૧૪ જણનાં મોત થયા હતા. અહીંના સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.